HomeDeshWinter Wonderland: કાશ્મીરમાં હિમવર્ષા: ગુલમર્ગ અને સોનમર્ગમાં બરફની સફેદ ચાદર, પ્રવાસીઓમાં ઉત્સાહ

Winter Wonderland: કાશ્મીરમાં હિમવર્ષા: ગુલમર્ગ અને સોનમર્ગમાં બરફની સફેદ ચાદર, પ્રવાસીઓમાં ઉત્સાહ

Winter Wonderland: જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાના કારણે કુદરતી સૌંદર્યમાં વધારો થયો છે. ગુલમર્ગ, સોનમર્ગ સહિતના ઊંચાઈવાળા વિસ્તારોમાં તાજી હિમવર્ષા થતાં સમગ્ર પર્વતીય વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો છે. હિમવર્ષા બાદ પહાડો, વૃક્ષો અને આસપાસના વિસ્તારોનું મનમોહક દૃશ્ય જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ગુલમર્ગના કાંગડોરી અને અન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફ જામી ગયો છે. સોનમર્ગમાં પણ હિમવર્ષાના કારણે પર્વતો અને વૃક્ષો પર બરફની સુંદર પરત જોવા મળી રહી છે. આ કુદરતી નજારાઓને માણવા પહોંચેલા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Winter Wonderland: પ્રવાસન સ્થળોએ વધ્યું આકર્ષણ

Winter Wonderland

હિમવર્ષા બાદ કાશ્મીરના પ્રવાસન સ્થળોની સુંદરતામાં વધારો થયો છે. બરફથી ઢંકાયેલા પહાડો, દેવદારનાં વૃક્ષો અને સફેદ મેદાનો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. પ્રવાસીઓ આ સુંદર દૃશ્યોને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા છે. હિમવર્ષા અને વરસાદના કારણે ખીણ વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે.

Winter Wonderland: મુસાફરી પહેલાં સાવચેતી જરૂરી

Winter Wonderland

બીજી તરફ, હિમવર્ષા અને બરફ જામી જવાના કારણે કેટલાક પર્વતીય માર્ગો પર વાહનવ્યવહારને અસર થવાની શક્યતા છે. ખાસ કરીને શ્રીનગર-લેહ માર્ગ સહિતના ઊંચાઈવાળા રસ્તાઓ પર મુસાફરી કરતાં પહેલાં ટ્રાફિક વિભાગની સૂચનાઓ જાણવી જરૂરી છે. પ્રવાસીઓએ સ્થાનિક તંત્રની સલાહ મુજબ જ મુસાફરી કરવી જોઈએ. સાથે જ ઠંડીથી બચવા ગરમ કપડાં રાખવા અને હવામાનની સ્થિતિ પર નજર રાખવી જરૂરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: કેન્સર સામેની લડાઈ બાદ મોનલ ગજ્જરે સર્જરીનો અનુભવ કર્યો શેર, ‘વશ 2’ ફેમ અભિનેત્રીએ લોકોને કરી અપીલ, ‘બાદ મેં દેખતે હૈં’ કહેવાનું બંધ કરો અને સ્વાસ્થ્યને આપો પ્રાથમિકતા


RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments