Tragic Fall in Gandhinagar: ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં આવેલી પીડીઇયુ (PDEU) નજીક એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. અહીં આવેલી વૈભવી વિનાયક સરલ કોટિયાર્ડ સોસાયટીમાં મોડી રાત્રે 19 વર્ષીય યુવકનું 11મા માળેથી નીચે પડી જવાથી મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ સમગ્ર સોસાયટી અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
Tragic Fall in Gandhinagar: અમદાવાદના ઘોડાસરનો રહેવાસી હતો યુવક

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવકની ઓળખ દેવર્ષ દીક્ષિત તરીકે થઈ છે, જે મૂળ અમદાવાદના ઘોડાસર વિસ્તારનો રહેવાસી હતો. દેવર્ષ હાલ ગાંધીનગર નજીક આવેલી પીડીઇયુ યુનિવર્સિટી પાસેની સોસાયટીમાં રહેતો હતો અને આણંદ ખાતે B.Tech (ટેકનોલોજી) નો અભ્યાસ કરી રહ્યો હતો. મોડી રાત્રે બનેલી આ ઘટનાથી યુવકના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
Tragic Fall in Gandhinagar: પોલીસ અને એફએસએલની ટીમ દ્વારા તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને એફએસએલ (FSL) ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
હાલ યુવકના મોતનું ચોક્કસ કારણ અકબંધ છે. પોલીસે આ મામલે આત્મહત્યા છે કે અકસ્માત તે તમામ સંભવિત પાસાઓથી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. સોસાયટી અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તેમજ ઉપલબ્ધ પુરાવાઓના આધારે પોલીસ સત્ય બહાર લાવવા માટેના પ્રયાસો કરી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: દારૂના 7 ગુનામાં વોન્ટેડ કુખ્યાત બુટલેગર યાકુબ મોટાણી PCBના સિંકજામાં,16 વર્ષમાં નોંધાઈ ચૂક્યા છે 65 ગુના