HomeRajkot65 Cases in 16 Years: દારૂના 7 ગુનામાં વોન્ટેડ કુખ્યાત બુટલેગર યાકુબ...

65 Cases in 16 Years: દારૂના 7 ગુનામાં વોન્ટેડ કુખ્યાત બુટલેગર યાકુબ મોટાણી PCBના સિંકજામાં, 16 વર્ષમાં નોંધાઈ ચૂક્યા છે 65 ગુના

65 Cases in 16 Years: રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબી (PCB) ની ટીમે દારૂના નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે. લાંબા સમયથી દારૂના 7 ગુનામાં વોન્ટેડ ચર્ચિત બુટલેગર યાકુબ મોટાણીને પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે. આ આરોપીની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે.

65 Cases in 16 Years: જીએસટી ઇન્વોઇસ અને ખોટા બિલટીનો ખેલ

65 Cases in 16 Years

પકડાયેલ કુખ્યાત બુટલેગર યાકુબ મોટાણી ખૂબ જ ચાલાકીથી દમણથી રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરતો હતો. તે કોઈપણ ફેક્ટરી કે પેઢીના જીએસટી નંબર અને ઇન્વોઇસ મેનેજમેન્ટનો દુરુપયોગ કરીને ખોટા બિલટી (eway bills) બનાવતો હતો, જેથી પોલીસ કે જીએસટી વિભાગની નજરમાંથી સરળતાથી બચી શકાય અને માલ સહેલાઈથી પહોંચાડી શકાય.

65 Cases in 16 Years: 16 વર્ષમાં નોંધાઈ ચૂક્યા છે 65 ગુના

65 Cases in 16 Years

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ આ મામલે વિગતો આપતા જણાવ્યું હતું કે કુખ્યાત બુટલેગર યાકુબ મોટાણીનો ક્રાઇમ રેકોર્ડ ખૂબ જ લાંબો છે. માત્ર 16 વર્ષના સમયગાળામાં તેની સામે જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં કુલ 65 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આ નેટવર્કમાં સંભવિત અન્ય લોકોની સંડોવણી અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

વધુ સામાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સુરતમાં કિન્નરોના બે જૂથ સામસામે: રેલવે સ્ટેશનના ઝઘડાની અદાવતમાં ઘરમાં ઘૂસી ચપ્પુના ઘા માર્યા, રસોડું રક્તરંજિત

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments