HomeKutchLost Civilization Found in Kutch: કચ્છના રણમાં મળી આવી 1000 વર્ષ જૂની...

Lost Civilization Found in Kutch: કચ્છના રણમાં મળી આવી 1000 વર્ષ જૂની સમૃદ્ધ માનવ વસાહત, 100થી વધુ માનવ હાડપિંજર અને પુરાતત્વીય અવશેષો મળ્યા

Lost Civilization Found in Kutch: પાકિસ્તાન સરહદ નજીક આવેલા કચ્છના રણમાં ક્રાંતિકારી પુરાતત્વીય શોધ થઈ છે. કચ્છ યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંયુક્ત સંશોધન દરમિયાન રણમાંથી એક જ દિશામાં દફનાવાયેલા 100થી વધુ માનવ હાડપિંજરો મળી આવ્યા છે. આ સાથે જ આ જગ્યાએથી પ્રાચીન સમયની એક વિકસિત અને સમૃદ્ધ વસાહતના અદ્ભુત પુરાવા મળ્યા છે. સંશોધકોએ આ સ્થળને કામચલાઉ રીતે બરબાદપુર’ નામ આપ્યું છે.

Lost Civilization Found in Kutch

Lost Civilization Found in Kutch: મુખ્ય વિશેષતાઓ અને મળેલા અવશેષો:

  • માનવ હાડપિંજર: એક જ દિશામાં વ્યવસ્થિત રીતે દફનાવાયેલા 100થી વધુ કંકાલ.
  • પ્રાચીન સામગ્રી: 1 હજારથી 1500 વર્ષ જૂના માટીના વાસણો, દીવા, ટેરાકોટાની વસ્તુઓ, રમકડાં અને તાંબાના સિક્કા.
  • ઐતિહાસિક કડી: પ્રાથમિક સંશોધનમાં આ વસાહતનો સંબંધ ‘સુમરા ડાયનેસ્ટી’ (સુમરા વંશ) સાથે હોવાનું જણાયું છે.
Lost Civilization Found in Kutch

Lost Civilization Found in Kutch: કેવી રીતે થઈ આ શોધ?

વર્ષ 2024માં BSF (બોર્ડર સિક્યોરિટી ફોર્સ) ના જવાનો દ્વારા પેટ્રોલિંગ દરમિયાન આ સાઇટ પહેલીવાર જોવામાં આવી હતી. ત્યારબાદ કચ્છ યુનિવર્સિટીના જિયોલોજિસ્ટ ડૉ. ગૌરવ ચૌહાણ અને તેમની ટીમ દ્વારા અહીં સંશોધન શરૂ કરવામાં આવ્યું હતું. આ શોધના મહત્વને જોતા ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ડેક્કન કોલેજ યુનિવર્સિટીની મદદ લેવામાં આવી છે.

Lost Civilization Found in Kutch

Lost Civilization Found in Kutch: રણ હતું કે ફળદ્રુપ નદીકાંઠો?

આજના શુષ્ક રણમાં જ્યાં એક દિવસ વિતાવવો પણ મુશ્કેલ છે, ત્યાં પ્રાચીન સમયમાં ધમધમતાં ગામો હતા. સંશોધકોના મતે:

  • આ વિસ્તાર સિંધુ નદીના જૂના રેતાળ પટો અને ફળદ્રુપ પ્રદેશોનો ભાગ હતો.
  • અહીં મીઠું પાણી ઉપલબ્ધ હતું અને સારી ખેતી થતી હોવાનું અનુમાન છે.
  • વર્ષ 1819ના કચ્છના વિનાશક ભૂકંપ બાદ નદીના પ્રવાહમાં આવેલા મોટા ફેરફારોને કારણે જમીન નીચે દટાયેલા આ અવશેષો સમયાંતરે સપાટી પર આવ્યા હોઈ શકે છે.
Lost Civilization Found in Kutch

Lost Civilization Found in Kutch: આગામી સંશોધન અને વૈજ્ઞાનિક તપાસ:

આ રહસ્ય પરથી સંપૂર્ણ પડદો હટાવવા માટે સંશોધકો હવે આધુનિક ટેકનોલોજીની મદદ લેશે:

  • મળેલા માનવ અવશેષો અને પુરાતત્વીય સામગ્રીનું કાર્બન ડેટિંગ કરવામાં આવશે.
  • સચોટ માહિતી માટે DNA વિશ્લેષણ પણ કરાશે.
  • ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) ની મંજૂરી મળ્યા બાદ આગામી સમયમાં વિસ્તૃત ઉત્ખનન (Excavation) હાથ ધરવામાં આવશે.

આ વૈજ્ઞાનિક તપાસના પરિણામો આવવાથી કચ્છના પ્રાચીન માનવ વસવાટ, નદીના બદલાયેલા પ્રવાહ અને સામાજિક-સાંસ્કૃતિક ઇતિહાસના ઘણા વણઉકેલાયેલા રહસ્યો બહાર આવશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગુજરાતમાં આગામી ૩ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી: અમદાવાદ-ગાંધીનગરમાં ૩૦ થી ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments