Xi Jinping in the US: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 23 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર 2026 સુધી અમેરિકાની સ્ટેટ વિઝિટ પર છે. આ મુલાકાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર થઈ રહી છે. શી જિનપિંગની 2015 પછીની આ પ્રથમ અમેરિકી સ્ટેટ વિઝિટ છે.
અમેરિકા પહોંચ્યા બાદ શી જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે બંને દેશોના સંબંધો તથા વૈશ્વિક મુદ્દાઓ અંગે ચર્ચા થવાની છે. અમેરિકન કાર્યક્રમ મુજબ 23 સપ્ટેમ્બરે ટ્રમ્પ Joint Base Andrews ખાતે શી જિનપિંગ અને તેમની પત્ની પેંગ લિયુઆનનું સ્વાગત કરશે. 24 સપ્ટેમ્બરે વ્હાઇટ હાઉસ ખાતે સ્ટેટ અરાઇવલ સેરેમની અને સ્ટેટ ડિનરનું આયોજન છે.
Xi Jinping in the US: ટ્રમ્પ-શી મુલાકાત પર દુનિયાની નજર

આ મુલાકાતને અમેરિકા-ચીન સંબંધોના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બંને દેશો વચ્ચે વેપાર અને ટેક્નોલોજી સહિત અનેક મુદ્દે મતભેદો રહ્યા છે. આ બેઠકમાં વેપાર, ટેરિફ, AI, રેર અર્થ મિનરલ્સ અને તાઈવાન સહિતના મુદ્દાઓ ચર્ચામાં રહેવાની શક્યતા છે.
ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે શી જિનપિંગ અને ટ્રમ્પ ચીન-અમેરિકા સંબંધો તેમજ વિશ્વ શાંતિ અને વિકાસને લગતા મહત્વના મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે. ચીન તરફથી સંબંધોમાં સંવાદ અને સહયોગ વધારવા તથા મતભેદોને યોગ્ય રીતે મેનેજ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
Xi Jinping in the US: ટ્રેડથી AI સુધીના મુદ્દા

અમેરિકા-ચીન વેપાર સંબંધો આ મુલાકાતનો મહત્વનો મુદ્દો બની શકે છે. બંને દેશો વચ્ચે ટેરિફ અને વેપાર પ્રતિબંધોને લઈને અગાઉથી તણાવ રહ્યો છે. આ ઉપરાંત AI ટેક્નોલોજી, રેર અર્થ મિનરલ્સ અને અન્ય વ્યૂહાત્મક ક્ષેત્રો પણ ચર્ચાના કેન્દ્રમાં રહેવાની શક્યતા છે.
આ મુલાકાત દરમિયાન બંને દેશોના નેતાઓ વચ્ચે સીધી વાતચીત ઉપરાંત વિવિધ સત્તાવાર કાર્યક્રમો પણ યોજાશે. વ્હાઇટ હાઉસના કાર્યક્રમ મુજબ મુલાકાત દરમિયાન સ્ટેટ અરાઇવલ સેરેમની, સૈન્ય પ્રદર્શન, સ્ટેટ ડિનર અને અન્ય રાજદ્વારી કાર્યક્રમો યોજાવાના છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ‘વિકસિત ભારત 2047’ની થીમ પર બે દિવસીય ચિંતન શિબિર; મંત્રીઓ પ્રેઝન્ટેશન આપશે અને કામગીરીની સમીક્ષા થશે

