Devotion at Ambaji: ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો ભક્તિ અને શ્રદ્ધાના માહોલમાં ચાલી રહ્યો છે. દેશના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો અંબાજી ધામ પહોંચી રહ્યા છે. મેળાના પ્રથમ ત્રણ દિવસમાં જ કુલ 15,85,383 શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યા છે. ત્રીજા દિવસે એક જ દિવસમાં 7,21,906 ભક્તોએ માતાજીના દર્શન કર્યા હોવાનું સામે આવ્યું છે.
Devotion at Ambaji: ‘જય અંબે’ના નાદથી ગુંજી ઉઠ્યું અંબાજી

મેળા દરમિયાન અંબાજી તરફ જતા માર્ગો પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. અનેક માઈભક્તો સંઘ સાથે પગપાળા અંબાજી પહોંચી રહ્યા છે. ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના જયઘોષથી સમગ્ર યાત્રાધામ ભક્તિમય બની ગયું છે. દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
Devotion at Ambaji: ભક્તો માટે પ્રસાદ અને ભોજનની વ્યવસ્થા
મેળામાં મોટી સંખ્યામાં ભક્તો માટે ભોજન, પ્રસાદ, પાણી, આરોગ્ય અને આરામ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. વિવિધ સેવા કેમ્પો દ્વારા યાત્રાળુઓની સેવા કરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પણ ભીડ નિયંત્રણ અને સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

અંબાજી ધામમાં ભક્તિનો માહોલ
મંદિર પરિસર અને અંબાજી શહેરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. ભાદરવી પૂનમના પવિત્ર મેળા દરમિયાન ભક્તો માતાજીને ધજા અર્પણ કરી રહ્યા છે અને પ્રસાદ લઈ રહ્યા છે. આ વર્ષે મેળો 20થી 26 સપ્ટેમ્બર 2026 સુધી યોજાઈ રહ્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર: 27 સપ્ટેમ્બરે રવિવારે પણ સરકારી બેંકો ખુલ્લી રહેશે

