HomeGujarat72nd National Film Awards Held in Gujarat: કેવડિયામાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ...

72nd National Film Awards Held in Gujarat: કેવડિયામાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ, કાર્તિક આર્યન-મામૂટી બેસ્ટ એક્ટર, યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ

72nd National Film Awards Held in Gujarat: ગુજરાતના નર્મદા જિલ્લાના એકતા નગર, કેવડિયા ખાતે 72મા નેશનલ ફિલ્મ એવોર્ડનો ભવ્ય સમારોહ યોજાયો હતો. ભારતીય સિનેમાના વર્ષ 2024ના શ્રેષ્ઠ સર્જન, અભિનય અને ટેકનિકલ યોગદાનને સન્માનિત કરવા માટે યોજાયેલા આ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજેતાઓને એવોર્ડ એનાયત કર્યા હતા. ખાસ વાત એ રહી કે નેશનલ ફિલ્મ એવોર્ડનો સમારોહ પહેલીવાર નવી દિલ્હીની બહાર ગુજરાતમાં યોજાયો હતો.

72nd National Film Awards Held in Gujarat

72nd National Film Awards Held in Gujarat: કાર્તિક આર્યન અને મામૂટી બેસ્ટ એક્ટર

અભિનેતા કાર્તિક આર્યનને ફિલ્મ **‘ચંદુ ચેમ્પિયન’**માં તેમના અભિનય માટે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો છે. તેમની સાથે મલયાલમ સિનેમાના દિગ્ગજ અભિનેતા મામૂટીનું પણ બ્રહ્મયુગમ’ માટે બેસ્ટ એક્ટર તરીકે સન્માન કરવામાં આવ્યું છે. બંને કલાકારોને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.

એવોર્ડ મળ્યા બાદ કાર્તિક આર્યને પોતાની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ તેમના માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. તેમણે કહ્યું કે તેઓ પોતાના પરિવાર સાથે આ ખાસ ક્ષણનો અનુભવ કરી રહ્યા છે અને આ સન્માન મળ્યા બાદ તેમને એક અલગ જ લાગણી થઈ રહી છે, જેને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે.

72nd National Film Awards Held in Gujarat

72nd National Film Awards Held in Gujarat: યામી ગૌતમને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ

અભિનેત્રી યામી ગૌતમને ફિલ્મ આર્ટિકલ 370’ માટે બેસ્ટ એક્ટ્રેસનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ જ ફિલ્મને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો છે. ફિલ્મ ‘આર્ટિકલ 370’નું દિગ્દર્શન આદિત્ય સુહાસ જાંભલે દ્વારા કરવામાં આવ્યું હતું.

72nd National Film Awards Held in Gujarat: અનંત નાગને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર

કન્નડ સિનેમાના વરિષ્ઠ અભિનેતા અનંત નાગને વર્ષ 2024નો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ભારતીય સિનેમામાં પાંચ દાયકાથી વધુ સમયના તેમના યોગદાન અને લાંબી તથા નોંધપાત્ર ફિલ્મી સફરની કદરરૂપે તેમને દેશના સર્વોચ્ચ સિનેમા સન્માનોમાંના એકથી સન્માનિત કરવામાં આવ્યા છે. સત્તાવાર માહિતી મુજબ અનંત નાગે કન્નડ સહિત ભારતીય સિનેમામાં લાંબી કારકિર્દી દરમિયાન 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

દાદાસાહેબ ફાળકે પુરસ્કાર સ્વીકાર્યા બાદ અનંત નાગે પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે બાળપણના આશ્રમ જીવન બાદ તેઓ મુંબઈ આવ્યા હતા અને નાટ્યક્ષેત્રમાં કામ કરવાની તક મળી હતી. શરૂઆતમાં તેમણે કારકિર્દી વિશે કોઈ મોટું આયોજન કર્યું ન હતું અને જીવનનિર્વાહ માટે અભિનય શરૂ કર્યો હતો. ત્યારબાદ તેમણે નાટ્યક્ષેત્રમાં અનેક નાટકોમાં કામ કર્યું અને ધીમે ધીમે ફિલ્મી દુનિયામાં પોતાની ઓળખ બનાવી.

72nd National Film Awards Held in Gujarat: ગુજરાતી ફિલ્મ ‘મારણ’ને રાષ્ટ્રીય સન્માન

ગુજરાતી સિનેમા માટે પણ આ સમારોહ યાદગાર બની રહ્યો છે. અભિષેક જૈન દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મનું નિર્માણ Cineman Productions Limited દ્વારા કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત શ્રીકાંત’ને બેસ્ટ હિન્દી ફિલ્મ, ‘મિથ્યા’ને બેસ્ટ કન્નડ ફિલ્મ અને અન્ય ભાષાઓની ફિલ્મોને પણ વિવિધ કેટેગરીમાં સન્માન આપવામાં આવ્યા છે. ‘અમરન’ માટે રાજકુમાર પેરિયાસામીને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો છે, જ્યારે ‘કલ્કી 2898 એડી’ને સંપૂર્ણ મનોરંજન પૂરું પાડતી શ્રેષ્ઠ ફીચર ફિલ્મ તરીકે સન્માન મળ્યું છે.

72nd National Film Awards Held in Gujarat: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો ફિલ્મ સ્ટાર્સને સંદેશ

સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફિલ્મ કલાકારોની સામાજિક જવાબદારી અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે લોકપ્રિય ફિલ્મ સ્ટાર્સની ખાસ કરીને યુવાનો પર મોટી અસર પડે છે. તેથી લોકપ્રિય કલાકારોએ સ્વાસ્થ્ય માટે હાનિકારક પદાર્થો અથવા વસ્તુઓના પ્રચારથી દૂર રહેવું જોઈએ. રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું કે સ્ટાર એવો હોવો જોઈએ જે સમાજમાં પ્રકાશ ફેલાવે.

રાષ્ટ્રપતિએ ફિલ્મ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે દરેક જ્યુરી પેનલમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

72nd National Film Awards Held in Gujarat: દિલ્હીની બહાર પ્રથમવાર સમારોહ

72મા નેશનલ ફિલ્મ એવોર્ડની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ રહી કે આ સમારોહ પહેલીવાર નવી દિલ્હીની બહાર યોજાયો. એકતા નગર, કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક યોજાયેલા આ સમારોહ દ્વારા નેશનલ ફિલ્મ એવોર્ડને દેશના અન્ય રાજ્યો અને શહેરો સુધી લઈ જવાની નવી પરંપરાની શરૂઆત કરવામાં આવી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ દિલ્હીની બહાર સમારોહ યોજવાના નિર્ણયને દેશના અન્ય પ્રવાસન સ્થળો સુધી આવા રાષ્ટ્રીય કાર્યક્રમો પહોંચાડવાના પ્રયાસ સાથે જોડ્યો હતો.

72nd National Film Awards Held in Gujarat: 1954થી શરૂ થયેલી સફર આજે વિશાળ બની

નેશનલ ફિલ્મ એવોર્ડની શરૂઆત વર્ષ 1954માં થઈ હતી. સાત દાયકાથી વધુ સમય દરમિયાન આ પુરસ્કાર ભારતીય સિનેમાના સર્જનાત્મક, ટેકનિકલ અને પ્રાદેશિક વૈવિધ્યને સન્માનિત કરતો આવ્યો છે. 72મા એવોર્ડમાં ફીચર ફિલ્મો, નોન-ફીચર ફિલ્મો, સિનેમા પર લેખન તેમજ દાદાસાહેબ ફાળકે પુરસ્કાર સહિત અનેક કેટેગરીમાં વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા.

આ રીતે કેવડિયામાં યોજાયેલો 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ માત્ર ફિલ્મ કલાકારો માટે જ નહીં, પરંતુ ગુજરાત માટે પણ ઐતિહાસિક પ્રસંગ બની રહ્યો છે. એક તરફ અનંત નાગ જેવા દિગ્ગજ કલાકારને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર મળ્યો, તો બીજી તરફ કાર્તિક આર્યન, મામૂટી અને યામી ગૌતમ જેવા કલાકારોને તેમના અભિનય માટે રાષ્ટ્રીય સન્માન મળ્યું. સાથે જ ગુજરાતી ફિલ્મ ‘મારણ’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળતા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે પણ આ સમારોહ ખાસ મહત્વનો બની રહ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

પાકિસ્તાનમાં PTI નેતા પર કાર્યવાહીનો દાવો : મંત્રીના અપહરણ અને ગોળીબારથી ખળભળાટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments