HomeScience & TechnologyLaser Gun vs. Mosquitoes: હવામાં જ મચ્છરોનો ખાત્મો, ચીને બનાવી લેસર ગન,...

Laser Gun vs. Mosquitoes: હવામાં જ મચ્છરોનો ખાત્મો, ચીને બનાવી લેસર ગન, એક સેકન્ડમાં 30 મચ્છર મારવાનો દાવો

Laser Gun vs. Mosquitoes: દુનિયાભરમાં મચ્છરોના ત્રાસ અને તેનાથી ફેલાતા રોગોથી છુટકારો મેળવવા માટે વૈજ્ઞાનિકો સતત નવી ટેકનોલોજીની શોધ કરી રહ્યા છે. આ જ ક્રમમાં ચીનની એક સ્ટાર્ટઅપ કંપનીએ એક અત્યાધુનિક અને અનોખી ડિવાઈસ વિકસાવી છે, જેણે વૈશ્વિક સ્તરે ધ્યાન ખેંચ્યું છે. ચીની કંપનીએ ‘Photon Matrix’ નામની એક પોર્ટેબલ લેસર મોસ્કિટો ડિફેન્સ સિસ્ટમ બનાવી છે, જેનો દાવો છે કે તે હવામાં જ મચ્છરોનો ખાત્મો કરી શકે છે.

Laser Gun vs. Mosquitoes

Laser Gun vs. Mosquitoes: કેવી રીતે કામ કરે છે આ લેસર ગન?

આ હાઇ-ટેક સિસ્ટમમાં ‘LiDAR’ (લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજીની મદદથી ડિવાઈસ હવામાં ઉડતા મચ્છરોને ખૂબ જ ઝડપથી શોધી કાઢે છે. ત્યારબાદ તે મચ્છરનું સ્થાન, તેની ગતિ અને દિશાને રિયલ-ટાઇમમાં ટ્રેક કરે છે. મચ્છર ટ્રેક થયાની સાથે જ ચોક્કસ લેસર બીમ છોડીને તેને હવામાં જ નષ્ટ કરી દેવામાં આવે છે. કંપનીનો દાવો છે કે આ સિસ્ટમ એટલી ફાસ્ટ છે કે તે એક સેકન્ડમાં લગભગ 30 મચ્છરોને નિશાન બનાવીને તેમને મારી શકે છે.

Laser Gun vs. Mosquitoes: સુરક્ષા અને વિશેષતાઓ

આ લેસર ગનની સૌથી મોટી વિશેષતા તેની સુરક્ષા પ્રણાલી છે. આ સિસ્ટમમાં અદ્યતન સેન્સર અને સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે, જે મનુષ્યો અને મોટા પ્રાણીઓને સરળતાથી ઓળખી શકે છે. જો કોઈ માનવી કે મોટું પ્રાણી લેસરના ક્ષેત્રમાં આવે, તો તે ઓટોમેટીકલી ઓળખીને લેસર ફાયર થતું અટકાવે છે, જેથી કોઈપણ પ્રકારની દુર્ઘટના કે નુકસાનથી બચી શકાય.

જો આ અનોખી ટેકનોલોજી વ્યવહારિક ઉપયોગમાં સંપૂર્ણપણે સફળ સાબિત થાય છે, તો ભવિષ્યમાં મચ્છર નિયંત્રણ અને ડેન્ગ્યુ-મેલેરિયા જેવા રોગો સામે રક્ષણ મેળવવા માટે આ એક ક્રાંતિકારી વિકલ્પ સાબિત થઈ શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

અમદાવાદ-ગાંધીનગરમાં દિવસભર વરસાદી માહોલ, ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments