Monsoon Vibe: બુધવારે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં સવારથી હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા, જ્યારે ગાંધીનગરમાં પણ સારો એવો વરસાદ નોંધાયો હતો. ગાંધીનગરમાં સવારે 8:30 વાયા સુધીના છેલ્લા 24 કલાક દરમિયાન 47 મિમી (mm) વરસાદ નોંધાયો છે.

Monsoon Vibe: મુખ્ય વિસ્તારોમાં વરસાદી અસર
અમદાવાદમાં એસ.જી. હાઈવે, બોપલ, સેટેલાઈટ, વસ્ત્રાપુર, નારણપુરા અને નવરંગપુરા સહિત અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગાંધીનગરના વિવિધ સેક્ટરો અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદને કારણે રસ્તાઓ ભીના થયા હતા અને તાપમાનમાં ઘટાડો થવાથી વાતાવરણમાં આહ્લાદક ઠંડક પ્રસરી હતી.

સમગ્ર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાતમાં સક્રિય વરસાદી સિસ્ટમોને કારણે વરસાદનો દોર હજુ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 119 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આગામી દિવસોમાં પણ વાતાવરણમાં આ જ પ્રકારની સ્થિતિ રહી શકે છે અને ગાંધીનગરમાં હળવા વરસાદની શક્યતા સેવવામાં આવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

