Home Breaking News Gujarat Weather :  આવતીકાલે ગુજરાતના આ જીલ્લામાં વરસાદ બગાડશે બાજી, ખેડૂતો ચિંતામાં...

Gujarat Weather :  આવતીકાલે ગુજરાતના આ જીલ્લામાં વરસાદ બગાડશે બાજી, ખેડૂતો ચિંતામાં  

0
281
Gujarat Weather
Gujarat Weather

Gujarat Weather : ગુજરાતમાં લગભગ શિયાળાએ વિદાય લીધી હોય અને ઉનાળો શરૂ થવાની તૈયારી હોય તેવું વાતાવરણ છેલ્લા કેટલાક દિવસથી અનુભવાઈ રહ્યું છે. આ વચ્ચે આજે અને આવતીકાલે એમ બે દિવસ સમગ્ર ગુજરાતમાં માવઠું થવાની શક્યતા  હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આવતીકાલે બનાસકાંઠા અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થઇ શકે છે.

Gujarat Weather

Gujarat Weather  : આજે કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા


હવામાન વિભાગ અનુસાર આજે રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, મોરબી, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં છૂટોછવાયો વરસાદ થઇ શકે છે.

Gujarat Weather  : આવતીકાલે કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા

Gujarat Weather


આવતીકાલે એટલે કે 2 માર્ચના રોજ રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

Gujarat Weather

Gujarat Weather  : આજે કયા શહેરમાં કેટલું રહ્યું લઘુત્તમ તાપમાન


આજના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 22.8 ડિગ્રી, ડીસામાં 22.4, ગાંધીનગરમાં 20.2, વલ્લભ વિદ્યાનગરમાં 22.8, વડોદરામાં 24.2, સુરતમાં 22.2, વલસાડમાં 18.6, ભુજમાં 20.6, નલિયામાં 16.8, કંડલા પોર્ટમાં 22.1, અમરેલીમાં 20.8, ભાવનગરમાં 21.2, દ્વારકામાં 24, ઓખામાં 22.6, પોરબંદરમાં 19.2, રાજકોટમાં 21.6, વેરાવળમાં 22.3, સુરેન્દ્રનગરમાં 23, મહુવામાં 17.3 અને કેશોદમાં 18.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

પેરિસ ઓલિમ્પિક્સ 2024 શૂટર મનુ ભાકરે મેડલ તરફ એક પગલું ભર્યું પેરિસ 2024 ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાના સ્કેટબોર્ડર્સ શાહરૂખ ખાનને પેરિસના ગ્રેવિન મ્યુઝિયમ દ્વારા કસ્ટમાઈઝ્ડ સોનાના સિક્કાથી સન્માનિત કરવામાં આવ્યા ૨૬ જુલાઈ કારગિલ વિજય દિવસ બહાદુરી અને બલિદાનની ગાથા પેરિસ ઓલિમ્પિક 2024 વરસાદથી બેહાલ ગુજરાતના રાજકોટનો હાલ ભારતીય મુલ્યવાન એવા સેલીબ્રીટીની સૂચીમાં એક-દમ ઉપર કોણ?? શું તમે પણ છો એક ઓવરપ્રોટેક્ટીવ પેરેન્ટ ? આ સંકેતથી ખબર પડી શકે છે શ્રાવણ માં ઉપવાસ કરવાના મળશે ઘણાં ફાયદા? સાચા લીડરની આવી હોય છે બોડી લેન્ગવેજ જો તે અપનાવીયે તો સફળતા જરૂરથી મળશે મિર્જાપુર ના ગુડ્ડુ ભાઈની દીકરીની પહેલી તસ્વીર ચોમાસા દરમિયાન તમારા વાળને ફ્રીજી થતા બચાવા માટે કરો આ ૬ કામ ચાંદીપુર વાયરસ (CHPV) શું છે ? જાણો લક્ષણો, સારવાર અને નિવારણ સ્ત્રી ૨ રીલીઝ થવાની તૈયારીમાં છે ત્યારે ડાયરેક્ટ કહ્યું કે શરીરની કમજોરી પૂરી કરવા આ ડ્રાયફ્રુટ શરીરમાં જાન નાખી દેશે, જાણો તેના અન્ય ફાયદા Crazy for being Cool : યુનિક વાયરલ કુલ શેપના મેકઅપ પ્રોડ્કટસ દીપિકા પાદુકોણ આ કારણ થી એક્ટિંગ ને છોડી શકે છે, આવો જાણીએ કારણ આ આદતો તમને તમારા જીવનને આસાન બનાવે છે Armaan Malik ૨-૨ પત્નીઓ સાથે બીગ બોસ ott માં છે Rahul Gandhi : તમે કોઈ હિન્દુ નથી ભાજપ