RameshwaramCafe : બેંગલુરુંના પ્રખ્યાત રામેશ્વરમ કેફેમાં સંદિગ્ધ બ્લાસ્ટ, બ્લાસ્ટના cctv આવ્યા સામે

0
128
RameshwaramCafe
RameshwaramCafe

RameshwaramCafe  : બેંગલુરુના પ્રખ્યાત રામેશ્વરમ કેફેમાં શુક્રવારે બપોરે અચાનક થયેલા વિસ્ફોટમાં ચાર લોકો ઘાયલ થયા હતા. બ્લાસ્ટની માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ વિસ્ફોટ શહેરના રાજાજીનગર વિસ્તારમાં બપોરે લગભગ 1 વાગ્યે થયો હતો.

RameshwaramCafe  : ઇજાગ્રસ્તોમાં 3 કાફે કર્મચારીઓ અને 2 ગ્રાહકોનો સમાવેશ થાય છે. તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ ઇજાગ્રસ્તો હાલ ખતરાની બહાર છે પ્રારંભિક મીડિયા રિપોર્ટમાં સિલિન્ડરમાંથી વિસ્ફોટ થયો હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ બાદમાં પોલીસને બ્લાસ્ટ સ્થળ પરથી કેટલાક આઈડી કાર્ડ મળ્યા હતા. એક બેટરી પણ મળી આવી હતી. આ સિવાય હોટલમાંથી એક ગ્રાહકની સળગેલી બેગ મળી આવી હતી. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ પાછળ કોઈ મોટું કારણ હોઈ શકે છે.

RameshwaramCafe

RameshwaramCafe  : ગૃહમંત્રીની અધિકારીઓ સાથે બેઠક


બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ ટીમ અને ફોરેન્સિક ટીમ તપાસ માટે સ્થળ પર હાજર છે. આ બાબતે રાજ્યના ગૃહમંત્રી જી. પરમેશ્વર અધિકારીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. થોડા સમયમાં બેંગલુરુ પોલીસ કમિશનર દયાનંદ આ ઘટના અંગે સત્તાવાર નિવેદન આપશે.

RameshwaramCafe  : તેજસ્વી સૂર્યાએ કહ્યું- બોમ્બ બ્લાસ્ટનો કેસ છે, CM જવાબ આપે

ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે રામેશ્વરમ કેફેના ફાઉન્ડર નાગરાજ સાથે વિસ્ફોટ બાબતે વાત થઇ. તેમણે મને કહ્યું કે એક ગ્રાહકે મુકેલી બેગને કારણે વિસ્ફોટ થયો હતો. સૂર્યાએ કહ્યું કે તે સ્પષ્ટપણે બોમ્બ વિસ્ફોટનો મામલો હોવાનું જણાય છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ મામલે જવાબ આપવો જોઈએ.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे