October Rule Changes: ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે સામાન્ય લોકો અને વેપારીઓને અસર કરતા અનેક નિયમોમાં ફેરફાર થયા છે. ખાસ કરીને LPG સિલિન્ડર, LPG સબસિડી, SBI ATM અને UPI પેમેન્ટ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
1 ઓક્ટોબર 2026થી 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં ભાવ ₹62.50 વધીને ₹2,810 થયો છે, જ્યારે અમદાવાદમાં 19 કિલોના સિલિન્ડરનો ભાવ ₹2,831.50 થયો છે. બીજી તરફ, 14.2 કિલોના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. આ વધારાની સીધી અસર હોટલ, રેસ્ટોરન્ટ, કેટરિંગ અને અન્ય કોમર્શિયલ વ્યવસાયોને થઈ શકે છે
October Rule Changes: LPG સબસિડી માટે આધાર બાયોમેટ્રિક જરૂરી

સબસિડી સાથે ઘરેલુ LPG રિફિલ બુક કરાવવા માટે 1 ઓક્ટોબરથી Biometric Aadhaar Authentication જરૂરી કરવામાં આવ્યું છે. સરકારે જણાવ્યું છે કે આ પ્રક્રિયા સબસિડીનો લાભ યોગ્ય ગ્રાહકો સુધી પહોંચાડવા અને ડુપ્લિકેટ અથવા અયોગ્ય કનેક્શનને દૂર કરવા માટે છે. ડિલિવરી સમયે, ગેસ એજન્સી પર અથવા સંબંધિત OMCની મોબાઇલ એપ મારફતે ઓથેન્ટિકેશન કરી શકાય છે.
October Rule Changes: SBI ATM અને UPIના નિયમોમાં પણ ફેરફાર

SBIના કેટલાક ખાતાઓ માટે અન્ય બેંકોના ATMના મફત ટ્રાન્ઝેક્શન અંગે નવા નિયમો લાગુ થયા છે. ખાસ કરીને કેટલાક Salary Package Accounts માટે અન્ય બેંકોના ATM પર મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા 1 ઓક્ટોબરથી 5 પ્રતિ મહિના કરવામાં આવી છે. મર્યાદા બાદ કેશ ઉપાડવા માટે ₹23 + GST ચાર્જ લાગુ થઈ શકે છે.
બીજી તરફ, 15 ઓક્ટોબર 2026થી પસંદગીના ₹2,000થી વધુના UPI મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર 0.4% MDR લાગુ થવાનો છે. આ ચાર્જ ગ્રાહક પાસેથી સીધો વસૂલવાનો નથી; તે મર્ચન્ટ તરફ લાગુ થવાનો છે. ₹2,000 સુધીના સામાન્ય મર્ચન્ટ UPI પેમેન્ટ અને P2P ટ્રાન્ઝેક્શન માટે UPI ફ્રી રહેશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટની દખલ: એક દોષીની ફાંસીની સજા પર રોક

