HomeSportsBig Changes in Cricket Rules: ICCના 8 મોટા નિયમોમાં ફેરફાર, બેટરે સમય બગાડ્યો...

Big Changes in Cricket Rules: ICCના 8 મોટા નિયમોમાં ફેરફાર, બેટરે સમય બગાડ્યો તો 5 પેનલ્ટી રન, ડે ટેસ્ટમાં પિંક બોલની એન્ટ્રી

Big Changes in Cricket Rules: ક્રિકેટમાં હવે ખેલાડીઓ અને ટીમોને કેટલાક મહત્વના નવા નિયમોનું પાલન કરવું પડશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ વિવિધ ફોર્મેટની Playing Conditionsમાં મોટા ફેરફાર જાહેર કર્યા છે. નવા નિયમોનો હેતુ રમતની ગતિ જાળવવી, કેટલીક પરિસ્થિતિઓમાં રહેલી અસ્પષ્ટતા દૂર કરવી અને ખેલાડીઓ તથા અમ્પાયરો માટે નિયમોને વધુ સ્પષ્ટ બનાવવાનો છે. નવા નિયમો 1 ઓક્ટોબર 2026 અથવા ત્યાર બાદ શરૂ થતી આંતરરાષ્ટ્રીય સિરીઝમાં લાગુ થશે. જે સિરીઝ 1 ઓક્ટોબર પહેલાં શરૂ થઈ ચૂકી છે, તેમાં અગાઉના નિયમો જ લાગુ રહેશે.

Big Changes in Cricket Rules

Big Changes in Cricket Rules: 1. બેટરે સમય બગાડ્યો તો ત્રીજી ભૂલ પર 5 રન

નવા નિયમોમાં બેટરના સમય બગાડવા પર વધુ કડક જોગવાઈ કરવામાં આવી છે. જો બેટર બોલનો સામનો કરવા માટે નિર્ધારિત સમયની અંદર તૈયાર ન હોય, તો પહેલી વખત તેને ચેતવણી આપવામાં આવશે. બીજી વખત આવી જ ભૂલ થાય તો અંતિમ ચેતવણી આપવામાં આવશે.

જો તે જ ઇનિંગ્સમાં ત્રીજી વખત બેટર સમયસર તૈયાર ન થાય, તો ફિલ્ડિંગ ટીમને 5 પેનલ્ટી રન આપવામાં આવશે. ત્યારબાદ પણ આવી ભૂલ થાય તો ફરી પેનલ્ટી થઈ શકે છે અને વારંવારના ઉલ્લંઘન સામે Code of Conduct હેઠળ કાર્યવાહી પણ થઈ શકે છે. આ ફેરફારનો મુખ્ય હેતુ બેટિંગ દરમિયાન બિનજરૂરી સમય બગાડવાનું અટકાવવાનો છે.

Big Changes in Cricket Rules

Big Changes in Cricket Rules: 2. હવે દિવસ દરમિયાન રમાતી ટેસ્ટમાં પણ પિંક બોલ

ટેસ્ટ ક્રિકેટમાં પણ મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે દિવસ દરમિયાન રમાતી ટેસ્ટ મેચમાં પિંક બોલનો ટ્રાયલ કરી શકાશે. આ નિયમનો હેતુ ખરાબ પ્રકાશને કારણે રમત બંધ થતી હોય ત્યારે ગુમાતો સમય ઘટાડવાનો છે.

જોકે, પિંક બોલથી ટેસ્ટ રમવાનો નિર્ણય મેચ શરૂ થાય તે પહેલાં બંને ટીમોની સંમતિથી લેવો પડશે. એકવાર ટેસ્ટ પિંક બોલથી શરૂ થઈ જાય પછી મેચ દરમિયાન ફરી લાલ બોલ પર પાછા ફરી શકાશે નહીં. એટલે કે મેચ શરૂ થયા બાદ બોલ બદલવાનો નિર્ણય કરી શકાશે નહીં.

Big Changes in Cricket Rules

Big Changes in Cricket Rules: 3. પુરુષ, મહિલા અને જુનિયર ક્રિકેટ માટે બોલની અલગ સ્પેસિફિકેશન

ICCએ ક્રિકેટ બોલના કદ અને વજન અંગે પણ સ્પષ્ટ મર્યાદા નક્કી કરી છે. હવે પુરુષ, મહિલા અને જુનિયર ક્રિકેટ માટે અલગ-અલગ સ્પેસિફિકેશન રહેશે.

પુરુષોના ક્રિકેટમાં બોલનું વજન 156થી 163 ગ્રામ અને પરિઘ 22.4થી 22.9 સેન્ટિમીટર વચ્ચે રહેશે. મહિલાઓના ક્રિકેટમાં બોલનું વજન 142થી 149 ગ્રામ અને પરિઘ 21.5થી 22 સેન્ટિમીટર રહેશે. જુનિયર ક્રિકેટ માટે પણ અલગ સ્પેસિફિકેશન નક્કી કરવામાં આવ્યા છે.

આ ફેરફારનો એક હેતુ એ પણ છે કે અગાઉ કેટલીક પરિસ્થિતિમાં મહિલા અને જુનિયર ક્રિકેટ માટે એક જ પ્રકારના બોલનો ઉપયોગ થતો હતો. હવે ત્રણ કેટેગરી માટે અલગ માપદંડ રહેશે.

Big Changes in Cricket Rules: 4. ઓવરથ્રો અંગેનો નિયમ વધુ સ્પષ્ટ

ફિલ્ડિંગ દરમિયાન બોલ સ્ટમ્પ તરફ ફેંકવામાં આવે અને બોલ આગળ નીકળી જાય ત્યારે તેને ઓવરથ્રો ગણવામાં આવે છે. નવા નિયમમાં હવે ‘ઓવરથ્રો’ની વ્યાખ્યા વધુ સ્પષ્ટ કરવામાં આવી છે.

જો ફિલ્ડરનો ઉદ્દેશ બોલને સ્ટમ્પ તરફ મોકલીને રન રોકવાનો અથવા રનઆઉટ કરવાનો હોય અને બોલ ત્યારબાદ આગળ નીકળી જાય, તો તેને ઓવરથ્રો ગણવામાં આવશે.

પરંતુ ફિલ્ડર માત્ર બોલ રોકવાનો પ્રયાસ કરી રહ્યો હોય અથવા બીજા ફિલ્ડરને બોલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો હોય અને તે દરમિયાન બોલ તેના હાથમાંથી છૂટી જાય, તો તેને ઓવરથ્રો ગણવામાં નહીં આવે.

Big Changes in Cricket Rules: 5. રનઆઉટ અને સ્ટમ્પિંગ માટે બોલ પર સંપૂર્ણ કંટ્રોલ જરૂરી

રનઆઉટ અથવા સ્ટમ્પિંગ વખતે હવે માત્ર બોલને હાથથી સ્પર્શ કરવો પૂરતો માનવામાં આવશે નહીં. ફિલ્ડર અથવા વિકેટકીપર પાસે બોલ પર complete control હોવો જરૂરી રહેશે.

ઉદાહરણ તરીકે, વિકેટકીપરના હાથમાં બોલ માત્ર સ્પર્શ કરી રહ્યો હોય અને તે જ સમયે ગિલ્લીઓ પડી જાય, તો માત્ર આ સ્પર્શના આધારે બેટરને રનઆઉટ અથવા સ્ટમ્પિંગ આપી શકાશે નહીં. બોલ ખરેખર ફિલ્ડરના કંટ્રોલમાં હોવો જરૂરી રહેશે. આ ફેરફારથી અમ્પાયરો માટે નિર્ણય વધુ સ્પષ્ટ બનશે.

Big Changes in Cricket Rules: 6. છેલ્લી ઓવરમાં વિકેટ પડતાં દિવસની રમત તરત પૂરી નહીં થાય

ટેસ્ટ ક્રિકેટમાં દિવસની છેલ્લી ઓવરને લઈને પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જો દિવસની છેલ્લી ઓવરમાં વિકેટ પડે પરંતુ ઓવર પૂર્ણ ન થઈ હોય, તો માત્ર વિકેટ પડવાના કારણે દિવસની રમત આપોઆપ બંધ નહીં થાય.

જો હવામાન અને મેદાનની સ્થિતિ રમત ચાલુ રાખવા માટે યોગ્ય હોય, તો બાકી રહેલા બોલ એ જ દિવસે નાખવામાં આવશે. ઉદાહરણ તરીકે, છેલ્લી ઓવરમાં ત્રણ બોલ બાકી હોય અને વિકેટ પડે, તો યોગ્ય પરિસ્થિતિમાં બાકીના બોલ નાખવામાં આવશે.

ICCનું માનવું છે કે આ ફેરફારથી બાકી બોલ બીજા દિવસે નાખવાની જરૂરિયાત ટાળી શકાય છે અને રમતની ગતિ જાળવી શકાય છે.

Big Changes in Cricket Rules: 7. T20Iમાં 15 મિનિટનો ઇન્ટરવલ, ડ્રિંક્સ બ્રેકમાં કોચ મેદાન પર આવી શકશે

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હવે ઇનિંગ્સ વચ્ચે 15 મિનિટનો નિર્ધારિત ઇન્ટરવલ રહેશે. જો મેચ દરમિયાન સમયનું નુકસાન થયું હોય તો આ ઇન્ટરવલને ઘટાડીને ઓછામાં ઓછો 10 મિનિટ કરી શકાય છે.

આ ઉપરાંત ODI અને T20I બંનેમાં ડ્રિંક્સ બ્રેક દરમિયાન હેડ કોચ અથવા તેમના નિયુક્ત પ્રતિનિધિને મેદાનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. એટલે કે હવે કોચ ડ્રિંક્સ બ્રેક દરમિયાન મેદાન પર જઈને ખેલાડીઓ સાથે સીધી વાતચીત કરી શકશે.

Big Changes in Cricket Rules

Big Changes in Cricket Rules: 8. લેગ સાઇડ વાઇડનો નિયમ હવે કાયમી

ODI અને T20Iમાં લેગ સાઇડ વાઇડ અંગે અગાઉ કરવામાં આવેલા ટ્રાયલને હવે કાયમી Playing Conditionsનો ભાગ બનાવવામાં આવ્યો છે.

નવા નિયમ મુજબ બોલ ફેંકવામાં આવે તે સમયે બેટરના પગની સ્થિતિને વાઇડ નક્કી કરવા માટે મહત્વ આપવામાં આવશે. જો બેટર બોલ ફેંકાયા બાદ ઓફ સાઇડ તરફ ખસે, તો તેની ત્યારબાદની મૂવમેન્ટને વાઇડ નક્કી કરવાનો આધાર બનાવવામાં નહીં આવે. આ નિયમનો હેતુ એ છે કે બોલર બેટરની ડિલિવરી પહેલાંની અથવા ડિલિવરી દરમિયાનની હિલચાલને કારણે અનાવશ્યક રીતે વાઇડ માટે દંડિત ન થાય.

Big Changes in Cricket Rules: 1 ઓક્ટોબરથી નવા નિયમોનો અમલ

ICCના આ ફેરફારો આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વિવિધ ફોર્મેટમાં રમતની ગતિ અને નિયમોની સ્પષ્ટતા વધારવા માટે કરવામાં આવ્યા છે. ખાસ કરીને બેટરના સમય બગાડવા બદલ 5 રનની પેનલ્ટી, ડે ટેસ્ટમાં પિંક બોલનો ટ્રાયલ, રનઆઉટ-સ્ટમ્પિંગમાં સંપૂર્ણ બોલ કંટ્રોલ અને ડ્રિંક્સ બ્રેકમાં કોચની એન્ટ્રી જેવા ફેરફારો મેચ દરમિયાન જોવા મળશે.

મહત્વનું એ છે કે આ નિયમોનો અમલ 1 ઓક્ટોબર 2026થી શરૂ થતી નવી આંતરરાષ્ટ્રીય સિરીઝથી થશે. પહેલેથી શરૂ થયેલી સિરીઝમાં જૂની Playing Conditions જ ચાલુ રહેશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે સુંદર પિચાઇને કહ્યું ‘આ માણસ મોન્સ્ટર છે’, પિચાઇનો રમૂજી જવાબ વાયરલ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments