HomeGujaratClean Up or Lose Funds: સખ્તાઈના મૂડમાં CM ભૂપેન્દ્ર પટેલ, 'જે કરવું...

Clean Up or Lose Funds: સખ્તાઈના મૂડમાં CM ભૂપેન્દ્ર પટેલ, ‘જે કરવું હોય તે કરો પણ સ્વચ્છતા જોઈએ જ, નહીં તો સીધી ગ્રાન્ટ બંધ કરશું!’

Clean Up or Lose Funds: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના વિકાસ માટે રૂ. ૩,૮૫૦ કરોડની મસમોટી ગ્રાન્ટના ચેક વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ અને પદાધિકારીઓને સ્પષ્ટ અને કડક શબ્દોમાં તાકીદ કરી હતી કે શહેરોમાં સ્વચ્છતા અને ગુણવત્તાયુક્ત કામગીરીમાં કોઈ જ ક્ષમ્ય ગેરરીતિ કે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.

Clean Up or Lose Funds

Clean Up or Lose Funds: ‘સ્વચ્છતા નહીં હોય તો ગ્રાન્ટ જ બંધ કરી દઈશું’

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક ચેતવણી આપતા જણાવ્યું હતું કે, સ્વચ્છતા તો દરેક વ્યક્તિએ મગજમાં લઈને જ ચાલવાનું છે. સ્વચ્છતા ન હોય તેવું કોઈ કાળે ચાલશે નહીં. જે-જે શહેરોમાંથી ગંદકી અંગે બૂમો આવશે, તેની સીધી ગ્રાન્ટ જ બંધ કરી દઈશું. તમારે જે વ્યવસ્થા ગોઠવવી હોય તે ગોઠવો, પણ સ્વચ્છતા જોઈએ એટલે જોઈએ જ!”

Clean Up or Lose Funds

Clean Up or Lose Funds: ‘ભુવા પૂરવા કરતાં મૂળ કારણ શોધો, હવે ફક્ત RCC રોડ જ બનાવો’

શહેરોમાં રોડ-રસ્તાની ગુણવત્તા પર ભાર મૂકતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રોડ પર ભુવા પડ્યા બાદ તેને પૂરવાની મજૂરી કરવા કરતા, ભુવા પડવાના મૂળ કારણો શોધીને કાયમી નિરાકરણ લાવવું પડશે. તેમણે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે સામાન્ય રોડ નહીં ચાલે, હવે શહેરોમાં માત્ર ગુણવત્તાયુક્ત RCCના જ રોડ બનાવવા પડશે. રોડ, ડ્રેનેજ અને પાણીની લાઈનો નાખતી વખતે યોગ્ય સંકલન જાળવવું અનિવાર્ય છે.

Clean Up or Lose Funds: ₹૩,૮૫૦ કરોડની ગ્રાન્ટ અને હળવાશની પળો

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે ૧૭ મનપાને રૂ. ૨,૯૯૨ કરોડ અને ૧૫૨ નગરપાલિકાને રૂ. ૮૫૮ કરોડની ગ્રાન્ટના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રીએ હળવા અંદાજમાં ટિપ્પણી કરી હતી કે, નગરપાલિકાના પૈસા છે અને ધારાસભ્ય ખુશ છે, ધારાસભ્યોને રૂપિયા ઓછા પડે એમ નથી!” તેમજ એક ચીફ ઓફિસરના પ્રતિભાવ ન આપવા પર મજાકમાં કહ્યું હતું કે, કમિશનર બનવું છે એટલે બોલતા નથી, કમિશનરને પૂછી આવજો કે તકલીફ કેટલી પડે છે!” મુખ્યમંત્રીની આ ટિપ્પણીથી સભાખંડમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

Clean Up or Lose Funds: બદલાતી વરસાદી પેટર્ન અને ગ્રીન કવર માટે મહત્વના નિર્ણયો

  • વરસાદી પાણીનો નિકાલ: અમદાવાદના બોપલ-આંબલી વિસ્તારનું ઉદાહરણ આપીને મુખ્યમંત્રીએ કહ્યું કે ભારે વરસાદમાં શહેરોની ક્ષમતા સામે પડકાર ઊભો થાય છે. વરસાદનું પાણી ઉતરી ગયા બાદ જ્યાં પાણી ભરાય છે, તેના કાયમી નિકાલ માટે આગોતરું આયોજન કરવું પડશે.
  • ગ્રીન કવર વધારવા TP સ્કીમમાં ૧% જમીન અનામત: શહેરોમાં હરિયાળી વધારવા માટે સરકારે મોટો નિર્ણય કર્યો છે, જે મુજબ હવે નવી TP સ્કીમમાં ૧ ટકા જમીન વૃક્ષારોપણ (બાગ-બગીચા, ઓક્સિજન પાર્ક) માટે ફરજિયાત અનામત રાખવામાં આવશે.

Clean Up or Lose Funds: મંત્રીઓનાં નિવેદનો અને પુસ્તક વિમોચન

  • પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીની આ ટિપ્પણી કોઈને ચીમકી આપવા માટે નહીં, પરંતુ સ્વચ્છતા સતત જીવનનો ભાગ બને તે માટે જાગૃતિના હેતુસર છે. છેલ્લા પાંચ વર્ષમાં શહેરો માટે રૂ. ૯૨ હજાર કરોડનું ભંડોળ આપવામાં આવ્યું છે.
  • શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ ઉમેર્યું હતું કે વર્ષ ૨૦૪૭ સુધીમાં દેશની ૭૦ થી ૭૫ ટકા વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે, તેથી નાણાંની કોઈ તંગી નથી અને હવે આપણે અત્યારથી જ મજબૂત અને ગુણવત્તાયુક્ત માળખું ઊભું કરવાનું છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે ૨૦ વર્ષ શહેરી વિકાસના’ તથા અનંત અનાદિ વડનગર: વારસાથી વિકાસની ગૌરવ ગાથા’ કોફી ટેબલ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સીરિયામાં પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ અને તેમના ભાઈને ફાંસીની સજા, લાખો લોકોના મોત માટે કોર્ટે ઠેરવ્યા દોષિત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments