Bank Strike 2026: બેંક સાથે જોડાયેલું કોઈ મહત્વનું કામ પેન્ડિંગ હોય તો આજે જ પતાવી લેવું ગ્રાહકો માટે ઉપયોગી રહેશે. દેશભરમાં બેંક યુનિયનો દ્વારા 28થી 30 સપ્ટેમ્બર, 2026 દરમિયાન ત્રણ દિવસની દેશવ્યાપી હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ હડતાળને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ગ્રાહકોની સુવિધા માટે રવિવાર, 27 સપ્ટેમ્બરે જાહેર ક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRB) સામાન્ય રીતે ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. RBIએ પણ બેંક શાખાઓ, ATM-લિંક શાખાઓ અને કરન્સી ચેસ્ટને 27 સપ્ટેમ્બરે કાર્યરત રાખવાની મંજૂરી આપી છે.
Bank Strike 2026: 28થી 30 સપ્ટેમ્બર સુધી બેંક હડતાળ

United Forum of Bank Unions (UFBU) સહિત બેંક યુનિયનો દ્વારા 28, 29 અને 30 સપ્ટેમ્બરે દેશવ્યાપી હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. યુનિયનોની મુખ્ય માંગણીઓમાં અઠવાડિયામાં પાંચ દિવસ બેંકિંગ અને Performance Linked Incentive (PLI) સંબંધિત મુદ્દાઓનો સમાવેશ થાય છે. UFBU સાથે જોડાયેલી યુનિયનો દેશના બેંકિંગ કર્મચારીઓના મોટા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે.
Bank Strike 2026: પાંચ દિવસ સુધી શાખાની સેવા પ્રભાવિત થઈ શકે
26 સપ્ટેમ્બર ચોથો શનિવાર અને 27 સપ્ટેમ્બર રવિવાર હોવાથી સામાન્ય કેલેન્ડર પ્રમાણે બેંક શાખાઓ બંધ રહેવાની હતી. જોકે હડતાળને ધ્યાનમાં રાખીને સરકારે 27 સપ્ટેમ્બરે જાહેર ક્ષેત્રની બેંકો અને RRBને ગ્રાહકો માટે ખોલવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ 28થી 30 સપ્ટેમ્બર સુધી હડતાળના કારણે શાખા આધારિત સેવાઓ પ્રભાવિત થઈ શકે છે.
Bank Strike 2026: ATM અને ડિજિટલ બેંકિંગનું શું?

હડતાળ દરમિયાન ATM, UPI, ઇન્ટરનેટ બેંકિંગ અને મોબાઇલ બેંકિંગ જેવી ડિજિટલ સેવાઓ ચાલુ રહેવાની અપેક્ષા છે. જોકે રોકડ જમા-ઉપાડ, ચેક ક્લિયરન્સ, ડિમાન્ડ ડ્રાફ્ટ અને અન્ય કાઉન્ટર આધારિત સેવાઓમાં વિક્ષેપ આવી શકે છે. SBI સહિત કેટલીક બેંકોએ ગ્રાહકોને જરૂરી બેંકિંગ કામ અગાઉથી પૂર્ણ કરવાની સલાહ આપી છે.
Bank Strike 2026: ATM ચાર્જ અંગે મહત્વની વાત

હડતાળના કારણે ATMમાંથી વધારાના ટ્રાન્ઝેક્શનના ચાર્જ આપમેળે માફ થઈ જશે, એવો સામાન્ય નિયમ નથી. RBIના નિયમો મુજબ નિર્ધારિત મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા બાદ બેંક ગ્રાહક પાસેથી વધુમાં વધુ ₹23 પ્રતિ ટ્રાન્ઝેક્શન ઉપરાંત લાગુ કર વસૂલી શકે છે. તેથી હડતાળ દરમિયાન ATMનો ઉપયોગ કરવા માટે કોઈ વિશેષ ચાર્જ માફીની જાહેરાત થઈ હોય તેવું માનવું યોગ્ય નથી.
Bank Strike 2026: 5-ડે વર્કિંગની માંગ પર યુનિયનો અડગ
બેંક કર્મચારી યુનિયનો લાંબા સમયથી અઠવાડિયામાં પાંચ દિવસ બેંકિંગ વ્યવસ્થા લાગુ કરવાની માંગ કરી રહી છે. હાલમાં બીજા અને ચોથા શનિવારે બેંક રજા હોય છે. યુનિયનો તમામ શનિવારની રજા સાથે પાંચ દિવસનું બેંકિંગ સપ્તાહ લાગુ કરવાની માંગ કરી રહી છે.

Bank Strike 2026: સરકાર અને બેંક મેનેજમેન્ટે હડતાળ ટાળવા અપીલ કરી
હડતાળને કારણે ગ્રાહકોને મુશ્કેલી ન પડે તે માટે સરકાર અને બેંક મેનેજમેન્ટ તરફથી યુનિયનોને હડતાળ મુલતવી રાખવાની અપીલ કરવામાં આવી છે. નાણાં મંત્રાલયે જાહેર ક્ષેત્રની બેંકોને ATMમાં પૂરતી રોકડ ઉપલબ્ધ રાખવા અને જરૂરી સેવાઓમાં વિક્ષેપ ઓછો થાય તે માટે પગલાં લેવા પણ સૂચના આપી છે.
ગ્રાહકો માટે શું કરવું?
- આજે એટલે કે 27 સપ્ટેમ્બરે જાહેર ક્ષેત્રની બેંક અથવા RRBમાં જરૂરી શાખા આધારિત કામ પૂર્ણ કરી શકાય છે.
- મોટા રોકડ વ્યવહાર હોય તો અગાઉથી આયોજન કરવું.
- ચેક ક્લિયરન્સ અથવા દસ્તાવેજ જમા કરાવવાના કામમાં વિલંબ થઈ શકે છે.
- UPI, મોબાઇલ બેંકિંગ અને ઇન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ કરી શકાય છે.
- ATMમાંથી રોકડ ઉપાડતા પહેલાં પોતાના ખાતાની મફત ATM ટ્રાન્ઝેક્શન મર્યાદા તપાસવી.
મહત્વની નોંધ: હડતાળની સૌથી વધુ અસર જાહેર ક્ષેત્રની બેંકો અને સંબંધિત શાખા સેવાઓ પર થવાની શક્યતા છે. ખાનગી બેંકો સામાન્ય રીતે UFBUની હડતાળથી સમાન રીતે પ્રભાવિત થતી નથી.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: એક વખતનું રોકાણ, જીવનભર પેન્શનનો વિકલ્પ: LICની Smart Pension Planમાં ₹25 હજારથી વધુ માસિક આવકનું ઉદાહરણ

