HomeMainઅંબાજી મંદિરમાં VIP દર્શન ને લઈને સૌથી મોટો ખુલાસો, જાણો હવે કેવી...

અંબાજી મંદિરમાં VIP દર્શન ને લઈને સૌથી મોટો ખુલાસો, જાણો હવે કેવી રીતે થશે દર્શન

ડાકોરમાં VIP દર્શન નો વિવાદ વકર્યા બાદ અંબાજી મંદિર ના ગર્ભગૃહમાં દર્શન નો વિવાદ સામે આવ્યો હતો. જોકે હાલ આ વિવાદ સમી ગયો છે એટલે કે હવે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે VIP દર્શન બંધ કરી દીધા છે. હવે અંબાજી મંદિર માં આવનાર દરેક શ્રદ્ધાળુ માટે એક જ નિયમ રહેશે અને એ લાઈનમાં ઊભા રહીને માં અંબાનાં દર્શન કરશે. આ શ્રદ્ધાળુ ઓ અને લોકો માટે હિતકારી નિર્ણય છે.

અગાઉ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે 5000 રૂપિયા લઈ અંબાજીમાં VIP દર્શન કરાવવામાં આવતાં હોવાના આક્ષેપને લઈ વધુ એક વિવાદ સર્જાયો હતો. પરંતુ અંબાજી મંદિર ટ્રસ્ટે આ આક્ષેપને નકારી કાઢવામાં આવી હતી. તેમજ છેલ્લા 10 દિવસથી ગર્ભગૃહમાં તમામ નાગરિકો માટે દર્શન વ્યવસ્થા સદંતર રીતે બંધ હોવાનું જણાવ્યું હતુ. ત્યાર બાદ હવે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે VIP દર્શન બંધ કરી દીધા છે.

VIP ગેટને આજે તાળું લાગ્યું
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા VIP દર્શન ન થતાં હોવાની વાત કરી હતી. શ્રદ્ધાળુઓ અને ભક્તો જે દાન સ્વરૂપે ભેટ આપે છે અને આ ભેટ સ્વરૂપે દર્શન થતાં હોવાની વાત કરી હતી. જે ગેટમાંથી VIP દર્શન કરવા માટે લોકો પ્રવેશતા હતા એને આજે તાળું લાગી ગયું છે અને VIP દર્શન બંધ થયાં છે.

ગર્ભગૃહનાં દર્શન સદંતર બંધ
અંબાજી મંદિરમાં ગત 10 દિવસથી ગર્ભગૃહમાં તમામ નાગરિકો માટે દર્શન વ્યવસ્થા સદંતર રીતે બંધ છે. આવનારા દિવસોમાં નાગરિકો કે યાત્રિકો તરફથી કે બીજા કોઈ માર્ગ તરફથી અમને કોઈ સૂચન આપવામાં આવશે કે ગર્ભગૃહનાં દર્શન માટે કોઈ નીતિનિયમ મંદિર તંત્ર દ્વારા બનાવવામાં આવે તો એને ચેક્કસ રીતે ધ્યાનમાં લેવામાં આવશે. પણ અત્યારની પરિસ્થિતિએ અમુક વ્યવસ્થાપનનાં કારણો, ભાદરવી પૂનમના મેળાની તૈયારી અને ધાર્મિક આંતરિક કારણોસર ગર્ભગૃહનાં દર્શન સદંતર રીતે બંધ કરી દેવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, અંબાજી શક્તિપીઠ એવા અંબાજી મંદિરમાં શ્રી યંત્રની પૂજા થાય છે અને એની પૂજા દરમિયાન પૂજારી પણ આંખે પાટા બાંધીને પૂજા કરે છે. એવા શ્રી યંત્રની પૂજા કરવા માટે દેશ અને દુનિયાભરમાંથી કરોડો શ્રદ્ધાળુઓ માં અંબાનાં ચરણોમાં આવે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments