Bharat Ratna: વધુ ૩ મહાનુભાવોને ભારત રત્ન; ચૌધરી ચરણ સિંહ, નરસિમ્હા રાવ અને MS સ્વામીનાથનને ‘ભારત રત્ન’ જાહેર

0
174
Bharat Ratna
Bharat Ratna

Bharat Ratna: કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ અને પીવી નરસિમ્હા રાવને સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’ આપવાની જાહેરાત કરી છે. વૈજ્ઞાનિક એમ.એસ.સ્વામીનાથનને પણ ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘X’ પર આની જાહેરાત કરી હતી. આ પહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અનવાણીને પણ આ સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે. અડવાણી સિવાય ચારેય હસ્તીઓને આ સન્માન મરણોત્તર આપવામાં આવશે.

તેમણે કહ્યું કે, આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આ સન્માન દેશ માટે તેમના અજોડ યોગદાનને સમર્પિત છે.

પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહે પોતાનું સમગ્ર જીવન ખેડૂતોના અધિકારો અને તેમના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હોય કે દેશના ગૃહમંત્રી અને ધારાસભ્ય તરીકે પણ તેમણે હંમેશા રાષ્ટ્ર નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે. તેઓ ઈમરજન્સી સામે પણ મક્કમતાથી ઊભા રહ્યા. અમારા ખેડૂત ભાઈઓ અને બહેનો પ્રત્યેનું તેમનું સમર્પણ અને ઈમરજન્સી દરમિયાન લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણાદાયી છે.

વડાપ્રધાન મોદીએ એક પછી એક ત્રણ ટ્વિટમાં ત્રણ સેલિબ્રિટી વિશે લખ્યું અને તેમને એવોર્ડ આપવાની જાહેરાત કરી.

Bharat Ratna: Former Prime Minister Chaudhary Charan Singh

Bharat Ratna: Chaudhary Charan Singh
Bharat Ratna: Chaudhary Charan Singh

Dr. MS Swaminathan:

Bharat Ratna: Dr. MS Swaminathan
Bharat Ratna: Dr. MS Swaminathan

Bharat Ratna: Former Prime Minister, Shri PV Narasimha Rao

Bharat Ratna:  Shri PV Narasimha Rao
Bharat Ratna: Shri PV Narasimha Rao

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने