HomeDeshFrom Jamnagar to Space: જામનગરની દીકરીનું ગૌરવ: સ્કાયરૂટ એરોસ્પેસમાં ‘કંટ્રોલ લીડ’ બની...

From Jamnagar to Space: જામનગરની દીકરીનું ગૌરવ: સ્કાયરૂટ એરોસ્પેસમાં ‘કંટ્રોલ લીડ’ બની પૃથ્વી સંઘાણીએ સિદ્ધ કર્યો ઐતિહાસિક મુકામ

From Jamnagar to Space: અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતે જ્યારે હરણફાળ ભરી છે, ત્યારે આ ગૌરવશાળી યાત્રામાં જામનગરની એક તેજસ્વી દીકરીએ મહત્વનું યોગદાન આપીને શહેર અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. જામનગરના વિભાપર ગામના સામાન્ય પટેલ પરિવારની પુત્રી પૃથ્વી દિનેશભાઈ સંઘાણીએ ખાનગી ક્ષેત્રના પ્રથમ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-૧’ (VIKRAM-1) ના સફળ મિશનમાં અગ્રણી ભૂમિકા ભજવી છે.

From Jamnagar to Space: સફળતાના સોપાન: શૈક્ષણિક સફર

From Jamnagar to Space

પૃથ્વીની આ સિદ્ધિ તેની અથાગ મહેનત અને શિક્ષણ પ્રત્યેના સમર્પણનું પરિણામ છે:

  • પ્રારંભિક શિક્ષણ: જામનગરની હરિયા સ્કૂલ (ધો. ૧૦) અને મોદી સ્કૂલ (ધો. ૧૨ સાયન્સ).
  • ગ્રેજ્યુએશન: આત્મીય ઇન્સ્ટિટ્યૂટ, રાજકોટ ખાતેથી ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ વિષયમાં B.E. (૨૦૧૨-૨૦૧૬).
  • Post-Graduation: ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ ટેક્નોલોજી (DIAT), પૂણેમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં M.Tech (૨૦૧૭-૨૦૧૯), જેમાં તેમણે ગાઇડેડ મિસાઇલ્સમાં વિશેષજ્ઞતા મેળવી હતી.

From Jamnagar to Space: દેશની સુરક્ષા અને અવકાશ સંશોધનમાં યોગદાન

From Jamnagar to Space

પોતાના અભ્યાસ બાદ પૃથ્વીએ દેશની સુરક્ષા ક્ષેત્રે પોતાની સેવાઓ આપવાનું શરૂ કર્યું હતું. ૨૦૧૯ થી ૨૦૨૧ દરમિયાન તેમણે DRDL, DRDO હૈદરાબાદ ખાતે પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે મિસાઇલ્સની મિશન અને કંટ્રોલ ડિઝાઇન પર મહત્વનું કામ કર્યું.

From Jamnagar to Space

ત્યારબાદ, તેઓ સ્કાયરૂટ એરોસ્પેસ જેવી પ્રતિષ્ઠિત સંસ્થા સાથે જોડાયા. અહીં તેમણે ગાઇડન્સ નેવિગેશન એન્ડ કંટ્રોલ (GNC) ટીમમાં ‘કંટ્રોલ સિસ્ટમ લીડ’ તરીકે જવાબદારી સંભાળી. વિક્રમ-૧ લોન્ચ વ્હીકલ માટે ઓટોપાયલેટની ડિઝાઇન અને ડેવલપમેન્ટ કરવામાં પૃથ્વીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. હરિકોટાથી થયેલા આ ઐતિહાસિક પરીક્ષણ દરમિયાન, પૃથ્વી સમગ્ર ટીમ સાથે સહભાગી બની હતી, જે તેમના કરિયરની એક યાદગાર ક્ષણ બની રહી.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો:રાજકોટ હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા: વિરમગામથી હથિયાર સપ્લાયર ઝડપાયો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments