Ravindra Jadeja : પિતાની લાગણીઓનો છેદ ઉડાળતો રવીન્દ્ર જાડેજા

0
254
Ravindra Jadeja
Ravindra Jadeja

Ravindra Jadeja Family Controversy  : તમે સ્ટાર બની જાઓ,,, સુપર સ્ટાર બની જાઓ પરંતુ તમારી સાથે વિવાદ હંમેશા સાથે રહેતો હોય છે, આવો જ એક વિવાદ રવીન્દ્ર જાડેજા સાથે ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે, અને આજે એ વિવાદ ચરમ સીમા પર પહોંચ્યો છે, વાત છે દીકરા રવીન્દ્ર જાડેજા અને પિતા અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચેના સબંધની….. શું છે સમગ્ર મામલો… આવો વિસ્તારથી સમજીએ….      

Ravindra Jadeja  and his father

Ravindra Jadeja Family Controversy: ખાનગી અખબારને રવીન્દ્ર જાડેજાના પિતા અનિરુધ્ધસિંહ જાડેજાએ ઈન્ટરવ્યું આપ્યો છે. ઇન્ટરવ્યુમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ રવીન્દ્ર જાડેજા અને તેની પત્ની રીવાબા પર ગંભીર આક્ષેપો કરતા પોતાનું હૃદય ઠાલવ્યું છે, જે હાલ ખુબ ચર્ચામાં ચાલી રહ્યું છે, સોશિયલ મીડિયામાં હાલ રવીન્દ્ર જાડેજા ટ્રેન્ડીંગ પર ચાલી રહ્યો છે, સમગ્ર વિવાદ વધતા આખરે રવીન્દ્ર જાડેજાએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉંટ પર પ્રતિક્રિયા આપતા સમગ્ર ઈન્ટરવ્યુંને એકતરફી જણાવ્યું હતું… સૌથી પહેલા જાણીએ શું કહ્યું રવીન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ ………….

Ravindra Jadeja Family Controversy  : શું કહ્યું અનિરુદ્ધસિંહ જાડેજાએ

Ravindra Jadeja  and his father

મારે રવિ (Ravindra Jadeja) કે એની પત્ની (રીવાબા જાડેજા) સાથે કોઈ પણ સંબંધ નથી. હું તેની સાથે નથી બોલતો અને એ મને નથી બોલાવતા. રવિન્દ્રના લગ્નના બે ત્રણ મહિનામાં જ વિખવાદ ઉભો થયો હતો. હું જામનગરમાં એકલો રહુ છું જ્યારે રવિન્દ્રનો પંચવટી બંગલો અલગ છે.

અનિરૂદ્ધસિંહ જાડેજાએ મીડિયા હાઉસને આપેલ ઇન્ટરવ્યૂમાં અનેક ખુલાસા કર્યા છે. તેમણે પુત્રવધુ રિવાબા વિશે કહ્યું કે, તેણે ખટપટ કરીને પરિવારને નોખો કરી નાખ્યો, તેને પરિવાર જોઈતો નથી. બધુ સ્વતંત્ર જોઈએ છે. તેણે કોઈ સાથે વ્યવહાર જ રાખવા દીધો નથી. કોઈ ચીજ નહીં, નફરત જ. 

Ravindra Jadeja  and  rivaba

અનિરુદ્ધસિંહ જાડેજાએ કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષથી અમે રવિન્દ્રની દીકરીનું મોઢું પણ જોયું નથી. રવિના સાસુ સસરા જ બધો વહીવટ કરે છે. એમની દખલગીરી ખૂબ જ છે. તેમણે આગળ કહ્યું કે, મારી પાસે ગામડે જમીન પણ છે અને 20 હજાર રૂપિયાનું પેન્શન આવે છે. જેમાંથી મારો ખર્ચ નીકળે છે. હું ટુ બીએચકેના ફ્લેટમાં એકલો રહુ છું. હું મારી જીંદગી મારી રીતે જીવુ છું. આ ફ્લેટમાં આજે પણ અનિરુદ્ધસિંહે દીકરા રવિન્દ્રનો રૂમ સુંદર રીતે સજાવીને રાખ્યો છે.

Ravindra Jadeja  room

તેઓ આગળ કહે છે, અમે ઘણી નહેનત કરી દીકરાને ક્રિકેટર બનાવ્યો છે. આર્થિક સ્થિતિ સારી ન હતી અને નયનાબા (રવિન્દ્ર જાડેજાના બહેન)એ ખૂબ જ ભોગ આપ્યો છે. નયનાબાએ રવિન્દ્રને બહેન નહીં પણ માતાની જેમ મોટો કર્યો છે પણ તેની સાથે પણ કોઈ વ્યવહાર રાખતા નથી. અનિરુદ્ધસિંહ આગળ કહ્યું કે, રીવાબા માતા પિતાનું એક જ સંતાન છે. તેને રવિની નહીં પણ પૈસાથી જ મતલબ છે.

Ravindra Jadeja  and his sister nayanaba

તેમણે દાવો કર્યો છે કે, રવિન્દ્રના સાસરી પક્ષના લોકો ઉદ્યોગપતિ હોવાની વાત ખોટી છે. આજની તારીખમાં પણ તેઓ રેલવે ક્વાર્ટરમાં રેહ છે. હમમાં રવિન્દ્રના પૈસે 2 કરોડનો બંગલો લીધો. હું રવિન્દ્રને ફોન નથી કરતો અને મારે એની જરૂર નથી. હું દુઃખનો માર્યો રડું છું. રક્ષાબંધનના દિવસે બેન પણ રડતી હોય છે.’

Ravindra Jadeja Family Controversy : સમગ્ર વિવાદ પર શું કહ્યું રવીન્દ્ર જાડેજાએ ?

Ravindra Jadeja   tweetar

જોકે આ મામલે ખુદ Ravindra Jadeja એ ખુલાસો કર્યો છે. રવિન્દ્ર જાડેજાએ ટ્વીટ કરીને કહ્યું કે, હાલમા દિવ્યભાસ્કરમા અપાયેલા વાહિયાત ઇન્ટરવ્યૂમા જણાવેલી તમામ બાબતો અર્થહીન તેમજ અસત્ય છે. એક પક્ષે કહેવાયલી વાત છે. જેને હું નકારૂ છું. મારાં ધર્મપત્નીની છબી ખરડાવવાના જે પ્રયાસો કરવામાં આવેલ છે તે ખરેખર નિંદનીય તેમજ અશોભનીય છે. મારી પાસે પણ કહેવા માટે ઘણું છે જે હું પબ્લિકલી ના કહું ત્યાં સુધી જ સારું છે.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

राजस्थान में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने