JAMNAGAR : રિલાયન્સ મોલમાં લાગેલી આગ 7 કલાક બાદ કાબુમાં, થયું કરોડોનું નુકશાન  

0
101
JAMNAGAR
JAMNAGAR

JAMNAGAR  : જામનગર નજીક મોટી ખાવડી પાસે રિલાયન્સ મોલમાં ગતરાતે 10 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી, જે આજે વહેલી સવારે 5 વાગ્યે 30થી વધુ ફાયર ફાઈટર્સની મદદથી કાબૂમાં આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. આગની ઘટનાની જાણ થતાં જ જામનગરથી ફાયર ફાઈટર્સની ટીમ રવાના કરવામાં આવી હતી. એ બાદ જરૂર જણાતાં અન્ય જિલ્લામાંથી પણ ફાયરની ટીમો આવી પહોંચી હતી.

JAMNAGAR

વિકરાળ આગ હોવાથી મોલની અંદર અને બહાર રસ્તા પર દોડધામ મચી ગઈ હતી. મોલની નજીક જ જામનગર-ખંભાળિયા હાઈવે હોવાથી ત્યા ટ્રાફિકજામ સર્જાઈ નહીં એ માટે પોલીસકાફલાએ ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી પણ રાત્રે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું.

JAMNAGAR : આગના કારણે સંપૂર્ણ મેગા મોલ બળીને ખાખ, કરોડો રૂપિયાનું નુકસાન

JAMNAGAR

JAMNAGAR  નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલા સૌરાષ્ટ્રના સૌથી મોટા રિલાયન્સ મેગા મોલમાં રાત્રિના 9 વાગ્યાને 50 મિનિટે શોર્ટ સર્કિટ થવાના કારણે અન્યથા કોઈ પણ કારણસર આગ લાગી હતી, અને જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેને લઈને ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, અને આગ બુઝાવવામાટે રિલાયન્સ કંપનીના 15 ફાયર ફાઈટર ઉપરાંત આસપાસના વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીના ફાયર ફાઇટર તેમજ જામનગર- રાજકોટ- કાલાવડ-ધ્રોળ- દ્વારકા- ઓખા સહિતના તમામ સરકારી ફાયર ફાઈટરની મદદ લેવાઈ હતી,

50 જેટલા ફાયર ફાઈટરોની મદદથી 200 થી વધુ પાણીના ટેન્કરોના ફેરા કરીને આગ બુજાવવામાં આવી હતી, અને સતત સાત કલાક સુધી આ કામગીરી ચાલી હતી. આગના કારણે સંપૂર્ણ મેગા મોલ બળીને ખાખ થયો છે, અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સદભાગ્યે આગજનનીની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિના અહેવાલો મળ્યા નથી.

JAMNAGAR  ખંભાળિયા ધોરી માર્ગ પર મોટી ખાવડી સ્થિત રિલાયન્સ મેગા મોલમાં ગઈ રાત્રિના 9 વાગ્યાને 50 મિનિટે મોલના બંધ કરવાના સમયે પાછળના ભાગમાં અકસ્માતે આગ લાગી હતી. આ સમયે મોલમાં કોઈ હાજર ન હોવાથી કોઇ જાનહાની થઈ ન હતી. પરંતુ આગે થોડી ક્ષણોમાં જ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

JAMNAGAR

મેગા મોલમાં અનાજ કારીયાણાંની ચીજ વસ્તુ, તેલ,કપડાં, સહિતની વસ્તુઓ સ્ટોરેજ કરીને રાખી હતી, જેમાં આગ પહોંચતા આગની મોટી જ્વાળા ઉઠવા માંડી હતી, ગણતરીની મિનિટોમાં રિલાયન્સ કંપનીના ફાયર ફાઈટરો બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યો હતું. પરંતુ જોતજોતામાં આગ સમગ્ર મોલમાં ફેલાઈ હતી.

JAMNAGAR જિલ્લા કલેકટરને આગજનીની ઘટનાની જાણ થતા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, દ્વારકા, અને ઓખા થી ફાયર ફાઈટર દોડાવાયા હતા, જ્યારે રાજકોટ ગોંડલ સહિતના સૌરાષ્ટ્રભરમાંથી અન્ય ફાયર ફાઈટરોની પણ આગ બુજાવવા માટે મદદ લેવામાં આવી હતી. અંદાજે 50 જેટલા ફાયર ફાઈટર બનાવના સ્થળે ગણતરીના સમયમાં પહોંચી ગયા હતા, અને સમગ્ર મોલને ચોતરફથી કોર્ડન કરીને પાણીનો મારો ચલાવી આગ બુજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. 

JAMNAGAR

JAMNAGAR  :આગના કારણે મોલનો ડોમ ધરાશાઇ થઈ ગયો હતો, અને પતરા સહિતનો સમગ્ર શેડ સળગતા માલ સામાનની ઉપર પડ્યો હતો, જેથી નીચે આગ ચાલુ રહી હતી, પરંતુ પતરાના કારણે આગ બુઝાવવી મુશ્કેલ હતી. જેથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાનો વારો આવ્યો હતો, અને 200થી વધુ પાણીના ટેન્કરનો ઠાલવી દેવાયા હતા, અને આખરે સાત કલાકની જહેમત બાદ વહેલી સવારે 5.00 વાગ્યાને 10 મિનિટે આગ બુઝાવવાની કામગીરીને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. સમગ્ર મોટી ખાવડી વિસ્તારમાં આગની જ્વાળાઓ દૂર સુધી દેખાઇ હોવાથી ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, અને આસપાસના વિસ્તારમાં પાર્ક કરાયેલા વાહનોને પણ ત્યાંથી દૂર કરી દેવાયા હતા.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

राजस्थान में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

Table of Contents