Home State Gujarat Anand Child Kidnapping Case: બાળકીનું અપહરણ કરી હત્યા કરનાર આરોપીનું પોલીસ એન્કાઉન્ટરમાં...

Anand Child Kidnapping Case: બાળકીનું અપહરણ કરી હત્યા કરનાર આરોપીનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત: વાસદ કેસમાં મોટો ઘટસ્ફોટ

0
256

Anand Child Kidnapping Case: ગુજરાતના આણંદ જિલ્લાના વાસદ વિસ્તારમાં બનેલી એક અત્યંત શરમજનક અને હચમચાવી નાખતી ઘટનામાં સાડા ચાર વર્ષની માસૂમ બાળકીના અપહરણ અને નિર્મમ હત્યા કેસના મુખ્ય આરોપીનો અંત આવ્યો છે. પોલીસે આત્મરક્ષણમાં કરેલા જવાબી ગોળીબારમાં આ નરાધમ આરોપીનું મોત નીપજ્યું છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા અને રોષ જોવા મળી રહ્યો છે.

Anand Child Kidnapping Case: શું હતી સમગ્ર ઘટના?

Anand Child Kidnapping Case

પ્રાપ્ત વિગતો અનુસાર, વાસદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી ગત રાત્રિના સુમારે આશરે 9:15 વાગ્યે સાડા ચાર વર્ષની એક માસૂમ બાળકીનું અચાનક અપહરણ કરવામાં આવ્યું હતું. પરિવાર અને પોલીસ માટે આ રાત આખી ચિંતાજનક રહી હતી. વહેલી સવારે જ્યારે પ્લેટફોર્મના અંત ભાગથી આગળ રેલવે ટ્રેક પર તપાસ કરવામાં આવી, ત્યારે તે માસૂમ બાળકીનો ક્ષત-વિક્ષત અને કચડાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળેથી બાળકીની લેંઘી પણ મળી આવી હતી. પ્રાથમિક દૃષ્ટિએ અને હાલાત જોતા પોલીસ તથા નિષ્ણાતો દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે બાળકી પર નિર્દયતાપૂર્વક દુષ્કર્મ આચરીને, પુરાવાનો નાશ કરવાના હેતુથી તેને ચાલતી ટ્રેન નીચે ફેંકી દેવામાં આવી હતી.

આ અતિસંવેદનશીલ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા રેલવે વિભાગના એસપી અભય સોનીના માર્ગદર્શન હેઠળ રેલવે પોલીસ, આણંદ જિલ્લા પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB), SOG અને વાસદ પોલીસ સહિતની 6 થી 7 વિશેષ ટીમો કામે લાગી હતી. વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્રિત કરવા માટે એફએસએલની મદદ પણ લેવામાં આવી હતી.

Anand Child Kidnapping Case: CCTV ફૂટેજના આધારે આરોપી ઝડપાયો

પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની સઘન ચકાસણી શરૂ કરી હતી. તપાસ દરમિયાન રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ યુવક માસૂમ બાળકીને પોતાની ગોદમાં ઉઠાવીને લઈ જતો સ્પષ્ટ નજરે પડ્યો હતો. આ ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે બોરસદ રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ કેસના મુખ્ય આરોપી સુરેશ પરમાર (રહે. બોચાસણ પરા વિસ્તાર, બોરસદ) ને દબોચી લીધો હતો. ધરપકડ બાદ વધુ પૂછપરછ અને તપાસ અર્થે આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને સોંપવામાં આવ્યો હતો.

પોલીસ પર હુમલો અને એન્કાઉન્ટર

સફેદ કપડાંથી ઢાંકેલો બાળકીનો મૃતદેહ

આ કેસમાં તે સમયે મોટો વળાંક આવ્યો જ્યારે LCBની ટીમ આરોપી સુરેશ પરમારને લઈને આણંદ તરફ આવી રહી હતી. રસ્તામાં આરોપીએ અચાનક ઉલ્ટી કરવાનું બહાનું ધરીને પોલીસ વાહન થોભાવવા કહ્યું હતું. જેવું વાહન ઊભું રાખવામાં આવ્યું કે તરત જ આરોપીએ પોતાની પાસે ગુપ્ત રીતે છુપાવી રાખેલા ચપ્પુ વડે પોલીસ ટીમ પર અચાનક જીવલેણ હુમલો કરી દીધો હતો.

આ અણધાર્યા હુમલામાં મહિપાલસિંહ અને રાજવીરસિંહ નામના બે પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પરિસ્થિતિ તંગ અને બેકાબૂ બનતી જોઈ પીએસઆઈ રાણાએ આરોપીને કાયદાનું ભાન કરાવીને અને આત્મસમર્પણ કરવા માટે વારંવાર સ્પષ્ટ ચેતવણીઓ આપી હતી. પરંતુ આરોપી અટકવાનું નામ લેવાને બદલે વધુ હિંસક બની ગયો હતો અને પોલીસકર્મીઓ પર હુમલો ચાલુ રાખ્યો હતો.

અંતે, કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ પોલીસકર્મીઓના સ્વ-બચાવમાં પોલીસે ફરજિયાતપણે ગોળીબાર કરવો પડ્યો હતો. પોલીસની જવાબી કાર્યવાહીમાં આરોપી સુરેશ પરમારને બે ગોળી વાગી હતી અને તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઈ પડ્યો હતો.

Anand Child Kidnapping Case: સારવાર દરમિયાન આરોપીનું મોત

Anand Child Kidnapping Case

પોલીસની જવાબી કાર્યવાહીમાં ગંભીર રીતે ઘાયલ થયેલા આરોપીને તાત્કાલિક ધોરણે સારવાર માટે કરમસદની પ્રખ્યાત શ્રીકૃષ્ણ મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં સારવાર મળે તે દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું.

હાલમાં આરોપીના મૃતદેહને કરમસદ મેડિકલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં રાખવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ સમગ્ર એન્કાઉન્ટર મામલે આગળની કાયદેસરની અને પ્રક્રિયાગત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક અહેવાલો મુજબ આ કાર્યવાહી સંપૂર્ણપણે આત્મરક્ષણ અને કાયદો જાળવવાના ભાગરૂપે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જ્યારે પોલીસ તંત્ર દ્વારા સત્તાવાર પ્રેસ બ્રીફિંગ બાદ આ કેસની વધુ વિગતવાર માહિતી બહાર આવશે. આ ઘટનાને પગલે સમગ્ર આણંદ પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો :સુરતના માંડવી જંગલમાં વન્યજીવ સંરક્ષણની નવી આશા, માનવ-દીપડા સંઘર્ષ ઘટાડવા ૫૦ ચિત્તલ છોડાયા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે