Higher Returns for Gujarat Employees: ગુજરાત સરકારના કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના (NPS) અંતર્ગત રોકાણના નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ‘ગુજરાત સિવિલ સર્વિસિસ ન્યૂ કોન્ટ્રિબ્યુટરી પેન્શન સ્કીમ’ના નિયમોમાં ફેરફાર કરીને સત્તાવાર જાહેરનામું બહાર પાડી દીધું છે, જેનાથી કર્મચારીઓને લાંબા ગાળે વધુ સારું રિટર્ન મળવાની શક્યતાઓ વધી ગઈ છે.
Higher Returns for Gujarat Employees: મુખ્ય ફેરફારો અને વિશેષતાઓ:
- ઇક્વિટી રોકાણ મર્યાદામાં વધારો: અત્યાર સુધી કર્મચારીઓ પોતાના પેન્શન ફંડમાંથી ઈક્વિટી (શેરબજાર) માં મહત્તમ 50 ટકા સુધી જ રોકાણ કરી શકતા હતા. નવા નિયમ મુજબ હવે આ મર્યાદા વધારીને 75 ટકા સુધી કરવામાં આવી છે.
- આક્રમક લાઇફ સાયકલ ફંડ (LC-75): નવી સૂચના મુજબ, આક્રમક લાઇફ સાયકલ ફંડમાં ઇક્વિટી રોકાણની મહત્તમ મર્યાદા 75 ટકા સુધી મંજૂર કરવામાં આવી છે.
- ઉંમરની મર્યાદા: કર્મચારીઓ તેમની 45 થી 50 વર્ષની ઉંમર સુધી ઇક્વિટીમાં 75 ટકા સુધીનું રોકાણ જાળવી શકાશે, જેથી તેઓ લાંબા ગાળે ઊંચું વળતર મેળવી શકે. ત્યારબાદ ઉંમર વધવાની સાથે આ રોકાણ ધીમે-ધીમે ડેટ કે સરકારી સિક્યોરિટીઝ તરફ શિફ્ટ થતું જશે (ગ્લાઇડ પાથ મિકેનિઝમ).

Higher Returns for Gujarat Employees: કર્મચારીઓને શું ફાયદો થશે?
- વધુ સારું રિટર્ન: જે કર્મચારીઓ જોખમ ઉઠાવવાની ક્ષમતા (Risk Appetite) ધરાવે છે અને પોતાના નિવૃત્તિ ભંડોળને ઝડપથી વધારવા માંગે છે, તેમને શેરબજાર આધારિત ઇક્વિટી વિકલ્પમાં વધુ રોકાણ કરવાની તક મળશે.
સ્વતંત્રતા અને સુગમતા: કર્મચારીઓ હવે પોતાની જરૂરિયાત અને ભવિષ્યના લક્ષ્યો અનુસાર પેન્શન ફંડના રોકાણના વિકલ્પો વધુ સ્માર્ટ રીતે પસંદ કરી શકશે.
વસધુ સમાચાર વાંચવા મત એયનહી ક્લિક કરો: બાળકીનું અપહરણ કરી હત્યા કરનાર આરોપીનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત: વાસદ કેસમાં મોટો ઘટસ્ફોટ




