HomeGujaratMajor Boost for Rural Housing:  ગ્રામ્ય વિસ્તારોમાં ઘર વિહોણા પરિવારો માટે ખુશખબર:...

Major Boost for Rural Housing:  ગ્રામ્ય વિસ્તારોમાં ઘર વિહોણા પરિવારો માટે ખુશખબર: સરકારી પ્લોટ વિકાસ સહાયમાં પાંચ ગણો વધારો

Major Boost for Rural Housing: ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ઘરવિહોણા અને જરૂરિયાતમંદ પરિવારો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને લોકકલ્યાણકારી જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારની મફત પ્લોટ ફાળવણી યોજના અંતર્ગત પ્લોટના વિકાસ ખર્ચમાં ધરખમ વધારો કરવાનો નવો ઠરાવ કરવામાં આવ્યો છે, જેનાથી ગ્રામ્ય આવાસ યોજનાના લાભાર્થીઓને સીધી રાહત મળશે.

Major Boost for Rural Housing: પ્લોટ વિકાસ ખર્ચમાં પાંચ ગણો મોટો ઉછાળો

સરકાર દ્વારા લેવાયેલા નવા નિર્ણય મુજબ, ગ્રામ્ય વિસ્તારોમાં ફાળવવામાં આવતા પ્લોટો માટેના વિકાસ ખર્ચમાં સીધો પાંચ ગણો વધારો કરી દેવામાં આવ્યો છે. અત્યાર સુધી પ્લોટ દીઠ વિકાસ ખર્ચ ૧,૦૦૦ રૂપિયા આપવામાં આવતો હતો, જેને વધારીને હવે ૫,૦૦૦ રૂપિયા પ્રતિ પ્લોટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વધારાથી પ્લોટ પર પ્રાથમિક સુવિધાઓ વિકસાવવામાં સરળતા રહેશે.

Major Boost for Rural Housing: ગામતળની અસમતળ જમીન માટે વિશેષ સહાય

Major Boost for Rural Housing

ઘણીવાર ગામતળની ફાળવવામાં આવતી જમીન ખાડા-ટેકરાવાળી અથવા અસમતળ હોય છે, જેના કારણે ગરીબ લાભાર્થીઓને મકાન બાંધવામાં ભારે મુશ્કેલી પડતી હતી. આ સમસ્યાના નિવારણ માટે સરકારે મોટી નાણાકીય સહયારી જાહેરાત કરી છે:

  • અગાઉ ગામતળની ખાડા ટેકરાવાળી જમીનને સમતળ કરવા માટે પ્રતિ હેક્ટર ૫૦,૦૦૦ રૂપિયાની સહાય અપાતી હતી.
  • હવે આ સહાયમાં ચાર ગણો વધારો કરીને તેને પ્રતિ હેક્ટર ૨ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.

Major Boost for Rural Housing: કોને મળશે લાભ?

સરકારના આ નવા ઠરાવના અમલથી ગ્રામ્ય વિસ્તારોમાં ઘર વિહોણા લોકોને મફત પ્લોટ ફાળવ્યા બાદ ત્યાં કાચા-પાકા મકાનોના નિર્માણ અને પ્લોટના વિકાસ માટે જરૂરી ભંડોળ મળી રહેશે. આ નિર્ણયથી ખાસ કરીને ગ્રામ્ય આવાસ યોજનાના લાભાર્થીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને તેઓ પોતાના ઘરનું સ્વપ્ન વધુ સરળતાથી સાકાર કરી શકશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગુજરાત સરકારના કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) ના રોકાણ નિયમોમાં મોટો ફેરફાર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments