Zero Equipment Supplied: પંચમહાલ જિલ્લા શિક્ષણ જગતમાંથી એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. સમગ્ર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને શિસ્ત, પારદર્શિતા અને નિયમોના પાઠ ભણાવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) ગાયત્રીબેન પટેલ પોતે ₹2.78 કરોડથી વધુની સરકારી નાણાંની ઉચાપતના કૌભાંડમાં મુખ્ય આરોપી તરીકે સામે આવ્યા છે. આ ગેરરીતિમાં સત્તાવાર રીતે સંડોવણી ખુલતાં જ મહિલા અધિકારી પોતાની કચેરી છોડીને ફરાર થઈ ગયા છે, જેને પગલે હાલ તેમની ચેમ્બરને તાળાં મારી દેવામાં આવ્યા છે. ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસે ફરાર DPEO સહિતના આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Zero Equipment Supplied: સાધનો વિના જ ₹2.78 કરોડના બોગસ બિલો ચૂકવાયા
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ 30 એપ્રિલના રોજ પંચમહાલ જિલ્લા સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ કચેરી ખાતે થયો હતો. વર્ષ 2024-25 અને 2025-26 દરમિયાન સરકારી વિજ્ઞાન પ્રવાહની શાળાઓ માટે પ્રયોગશાળા તેમજ ભૌતિક સાધનોની ખરીદી દર્શાવવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે સરકારી શાળાઓને એક પણ સાધન ફાળવવામાં આવ્યું ન હતું અને કોઈપણ સત્તાવાર ટેન્ડર કે ખરીદ પ્રક્રિયા વિના જ બારોબાર બનાવટી બિલો બનાવી દેવાયા હતા. આ બોગસ બિલોના આધારે ગોધરાની જે.એસ. કોમ્પ્યુટર તેમજ રાજકોટની શ્રીરામ એન્ટરપ્રાઇઝ, વૈદિક એન્ટરપ્રાઇઝ અને અક્ષર સેફટી પ્રોડક્ટ્સ જેવી ખાનગી એજન્સીઓના બેંક ખાતાઓમાં કુલ ₹2,78,57,218 ટ્રાન્સફર કરી સીધા ચાંઉ કરી લેવાયા હતા.

Zero Equipment Supplied: શિસ્તના પાઠ ભણાવતા મહિલા અધિકારી સામે કડક કાર્યવાહી
મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની ગાયત્રીબેન પટેલ ઓક્ટોબર 2022માં અરવલ્લીથી બદલી પામીને પંચમહાલ ખાતે DPEO તરીકે હાજર થયા હતા. જિલ્લાના ઉચ્ચ વહીવટી પદ પર બિરાજમાન થઈને શાળાઓમાં શિસ્ત અને પ્રામાણિકતાની વાતો કરનારા ઉચ્ચ અધિકારી જ આ કરોડોના કૌભાંડમાં સામેલ હોવાનું ખુલતાં શિક્ષણ વર્તુળોમાં ભારે ચકચાર મચી છે. સમગ્ર પ્રકરણમાં તેમની ભૂમિકા સ્પષ્ટ થતાં અને કાનૂની સંકજો કસાતાં જ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
Zero Equipment Supplied: 3 આરોપીઓ જેલભેગા, એજન્સી માલિકોની જામીન અરજી ફગાવી
પોલીસ તપાસમાં આ સમગ્ર કૌભાંડમાં કુલ 8 આરોપીઓની સંડોવણી હોવાની પુષ્ટિ થઈ છે. જેમાં મુખ્ય સૂત્રધાર તત્કાલીન હિસાબી અધિકારી પૂજનકુમાર રમેશચંદ્ર જોશી અને મદદનીશ કો-ઓર્ડિનેટર નીતિશ જયંતિલાલ પટેલ સહિત 3 આરોપીઓની અગાઉ ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. દરમિયાન કૌભાંડમાં સંડોવાયેલી ખાનગી એજન્સીઓના સંચાલકો કાજલબેન વિજયભાઈ, મહેશ મૂળશંકર ભટ્ટ, પ્રશાંત મહેશભાઈ ભટ્ટ અને સ્વાતિ પ્રશાંત ભટ્ટે ધરપકડથી બચવા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે.
Zero Equipment Supplied: ફરાર DPEO સહિત 5 આરોપીઓને પકડવા ટીમો રવાના
ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસે જણાવ્યું કે સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાવનાર ફરાર DPEO ગાયત્રીબેન પટેલ તેમજ બાકીના 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. તેમને ઝડપી લેવા માટે અલગ-અલગ તપાસ ટીમો બનાવી સંભવિત સ્થળો પર દરોડા પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

