HomeGandhinagarGandhinagar Shocker: ગાંધીનગર સચિવાલય બહાર ખેડૂતોનો હોબાળો: પાક નુકસાન સહાય પ્રતિ હેક્ટર...

Gandhinagar Shocker: ગાંધીનગર સચિવાલય બહાર ખેડૂતોનો હોબાળો: પાક નુકસાન સહાય પ્રતિ હેક્ટર રૂ. ૧ લાખ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું

Gandhinagar Shocker: રાજ્યમાં અતિવૃષ્ટિ અને ભારે વરસાદના કારણે નુકસાન પામેલા ખેડૂતોને પૂરતું વળતર મળે તે માટે હવે ખેડૂતોએ ઉગ્ર આંદોલનનો રજૂઆતનો માર્ગ અપનાવ્યો છે. ક્રાંતિ સંસ્થાના નેતૃત્વ હેઠળ ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા મોટી સંખ્યામાં ખેડૂતો સાથે ગાંધીનગર સચિવાલય ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જો કે, સુરક્ષા કારણોસર ખેડૂત આગેવાનને સચિવાલયમાં એન્ટ્રી આપવામાં ન આવતા વાતાવરણ ગરમાયું હતું.

Gandhinagar Shocker

Gandhinagar Shocker: પ્રતિ હેક્ટર રૂ. ૨૫ હજારના બદલે રૂ. ૧ લાખ સહાયની માંગ

Gandhinagar Shocker

ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા અને ક્રાંતિ સંસ્થા દ્વારા મુખ્યમંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં મુખ્ય માંગણી કરવામાં આવી છે કે, વર્ષ 2026ના ભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. સરકાર દ્વારા હાલ આપવામાં આવતી સહાય અપૂરતી છે, તેથી પ્રતિ હેક્ટર રૂ. ૨૫,૦૦૦ ની સહાયને વધારીને રૂ. ૧,૦૦,۰۰ (એક લાખ) કરવામાં આવે અને નુકસાનગ્રસ્ત ખેડૂતોને વિશેષ આર્થિક પેકેજ આપવામાં આવે.

Gandhinagar Shocker: વીજ પોલ અને વીજ લાઇનથી થતા નુકસાન અંગે પણ રજૂઆત

Gandhinagar Shocker

આ આવેદનપત્રમાં માત્ર પાક નુકસાન જ નહીં, પરંતુ ખેતરોમાં ઊભા થતા અન્ય પ્રશ્નો તરફ પણ સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે. ખેડૂતોએ રજૂઆત કરી છે કે, ખેતરોમાં વીજ પોલ (Electric Poles) અને વીજ લાઇનના કારણે થતા નુકસાનનું પણ યોગ્ય અને સમયસર વળતર ખેડૂતોને મળવું જોઈએ.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગાંધીનગરમાં પીડીઇયુ નજીક 19 વર્ષીય B.Tech વિદ્યાર્થીનું 11મા માળેથી પડી જવાથી શંકાસ્પદ મોત

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments