HomeAhmedabadAhmedabad Schools: અમદાવાદની 21 સ્કૂલો અને ગાંધીનગર કોર્ટને બોમ્બની ધમકી, તંત્ર દોડતું...

Ahmedabad Schools: અમદાવાદની 21 સ્કૂલો અને ગાંધીનગર કોર્ટને બોમ્બની ધમકી, તંત્ર દોડતું થયું

Ahmedabad Schools: અમદાવાદની અનેક શાળાઓ અને ગાંધીનગરની કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યા ઈ-મેઈલ મળતા સુરક્ષા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ધમકી મળ્યા બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે અને બંને સ્થળોએ તાત્કાલિક સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

Ahmedabad Schools: અમદાવાદની 21 સ્કૂલોને ધમકીભર્યા ઈ-મેઈલ

Ahmedabad Schools

જિલ્લા શિક્ષણાધિકારીના જણાવ્યા મુજબ અમદાવાદની કુલ 21 સ્કૂલોને ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા છે. જેમાં ઝાયડસ સ્કૂલ ફોર એક્સલેન્સ, ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન, મહારાજા અગ્રસેન વિદ્યાલય અને DAV ઇન્ટરનેશનલ સ્કૂલના નામ સામે આવ્યા છે.

ધમકી બાદ સ્કૂલોમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડની મદદથી વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી.

Ahmedabad Schools: ગાંધીનગર કોર્ટમાં પણ સઘન ચેકિંગ

અમદાવાદની સ્કૂલો ઉપરાંત ગાંધીનગર કોર્ટને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા કોર્ટ પરિસરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ દ્વારા કોર્ટ પરિસર અને તમામ પ્રવેશદ્વારો પર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

Ahmedabad Schools

ધમકીભર્યા ઈ-મેઈલ કોણે અને ક્યાંથી મોકલ્યા તે અંગે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે ઈ-મેઈલના સ્ત્રોત અને મોકલનારની ઓળખ મેળવવા માટે તપાસ ચાલી રહી છે.

વાલીઓ અને કર્મચારીઓમાં ચિંતાનો માહોલ

અચાનક મળેલી બોમ્બ ધમકીના અહેવાલ બાદ વાલીઓ, વિદ્યાર્થીઓ અને કોર્ટ કર્મચારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. પોલીસ દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને ગભરાટ ન ફેલાવવા અપીલ કરવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અબુ સાલેમને સુપ્રીમ કોર્ટથી મોટો ઝટકો, વહેલી મુક્તિની અરજી ફગાવી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments