HomeGujaratGroundnut to Soybean: ખેડૂતો માટે ટેકાના ભાવનો લાભ, ચાર પાકની નોંધણી શરૂ

Groundnut to Soybean: ખેડૂતો માટે ટેકાના ભાવનો લાભ, ચાર પાકની નોંધણી શરૂ

Groundnut to Soybean: રાજ્યના ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. મગફળી, અડદ, મગ અને સોયાબીનના ટેકાના ભાવે વેચાણ માટે ઓનલાઈન નોંધણીનો પ્રારંભ થયો છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરતાં જણાવ્યું કે ખેડૂતો 9 ઓક્ટોબર 2026 સુધી નોંધણી કરાવી શકશે.

Groundnut to Soybean: VCE મારફતે થશે ઓનલાઇન નોંધણી

Groundnut to Soybean

ખેડૂતોએ ટેકાના ભાવે પાક વેચવા માટે ગ્રામ પંચાયતના VCE મારફતે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. નોંધાયેલા ખેડૂતો પાસેથી નિયત ગુણવત્તાના પાકની સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

9 નવેમ્બરથી ખરીદી શરૂ

Groundnut to Soybean

સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ચારેય પાકની ખરીદી પ્રક્રિયા 9 નવેમ્બર 2026થી શરૂ થવાની છે. ખેડૂતોને નોંધણી સમયે આધારકાર્ડ, બેંક ખાતાની વિગતો અને પાક સંબંધિત જરૂરી દસ્તાવેજો સાથે રાખવા સૂચના આપવામાં આવી છે.

ટેકાના ભાવનો લાભ મેળવવા ઈચ્છતા ખેડૂતોએ નિર્ધારિત સમયમર્યાદા પહેલાં નોંધણી કરાવવી જરૂરી રહેશે. સરકાર દ્વારા ખેડૂતોને સમયસર ઓનલાઈન નોંધણી પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદની 21 સ્કૂલો અને ગાંધીનગર કોર્ટને બોમ્બની ધમકી, તંત્ર દોડતું થયું

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments