Gold Prices Slide: અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યા બાદ વૈશ્વિક સોના બજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. ફેડના નિર્ણય બાદ વ્યાજદરની નવી રેન્જ 3.75 ટકાથી 4 ટકા કરવામાં આવી છે. તેની સીધી અસર સ્પોટ ગોલ્ડના ભાવ પર જોવા મળી છે.
Gold Prices Slide: સોનું $4,240ની આસપાસ પહોંચ્યું

અહેવાલ મુજબ, ફેડના નિર્ણય પહેલાં સ્પોટ ગોલ્ડનો ભાવ પ્રતિ ઔંસ $4,365થી ઉપર પહોંચ્યો હતો. જોકે, ત્યારબાદ સોનાના ભાવમાં ઘટાડો શરૂ થયો અને ભાવ ઘટીને આશરે $4,240 પ્રતિ ઔંસની સપાટીએ આવી ગયો. વ્યાજદર વધારાના નિર્ણયથી સોનું અને ડોલર આધારિત રોકાણમાં ફરી અસ્થિરતા જોવા મળી રહી છે.
મજબૂત ડોલરથી સોના પર દબાણ

ફેડના રેટ હાઈક બાદ ડોલર ઈન્ડેક્સમાં પણ મજબૂતી જોવા મળી છે. સામાન્ય રીતે મજબૂત ડોલર સોના જેવી કોમોડિટીના ભાવ પર દબાણ ઊભું કરી શકે છે. રોકાણકારોની નજર હવે ફેડના આગામી નિર્ણય અને વૈશ્વિક વ્યાજદરના સંકેતો પર રહેશે.
આગામી દિવસોમાં વ્યાજદર અંગેના નવા સંકેતો અને ડોલરની ચાલના આધારે વૈશ્વિક સોનાના ભાવમાં વધુ ઉથલપાથલ જોવા મળી શકે છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો:ગુજરાતમાં ફરી વરસાદી માહોલ: સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા

