Tech Giants in Gandhinagar: ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ટેકનોલોજી અને બિઝનેસ ઈનોવેશનને વેગ આપતી એક મોટી આંતરરાષ્ટ્રીય ટેક ઈવેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે. **૧૧ અને ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ મહાત્મા મંદિર ખાતે ‘Odoo Experience India 2026’**નું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું છે.
આ મેગા ઈવેન્ટમાં દેશ-વિદેશના ફાઉન્ડર્સ, ઈન્વેસ્ટર્સ, ઉદ્યોગસાહસિકો, કન્ટેન્ટ ક્રિએટર્સ અને ટેક એક્સપર્ટ્સ એક જ મંચ પર જોવા મળશે. આ દરમિયાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, બિઝનેસ ગ્રોથ અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગે ચર્ચા અને જ્ઞાનનું આદાન-પ્રદાન થશે.
Tech Giants in Gandhinagar: ૪૫ હજારથી વધુ મુલાકાતીઓની શક્યતા

આ બે દિવસીય કાર્યક્રમમાં ૪૫,૦૦૦થી વધુ મુલાકાતીઓ જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કાર્યક્રમમાં ટેકનોલોજી અને બિઝનેસ સાથે જોડાયેલા વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો પોતાના અનુભવો અને નવીન વિચારો રજૂ કરશે.
આ ઉપરાંત ૨૫૦થી વધુ નોલેજ સેશન્સ યોજાશે, જ્યારે ૧૮૦થી વધુ એક્ઝિબિટર્સ વિવિધ ટેકનોલોજી સોલ્યુશન્સનું પ્રદર્શન કરશે.
Tech Giants in Gandhinagar: AIથી બિઝનેસ ઓટોમેશન સુધી ચર્ચા
ઈવેન્ટ દરમિયાન AI, એકાઉન્ટિંગ, ઈન્વેન્ટરી મેનેજમેન્ટ, મેન્યુફેક્ચરિંગ, ઈ-કોમર્સ, માર્કેટિંગ અને બિઝનેસ ઓટોમેશન જેવા મહત્વના વિષયો પર સેશન યોજાશે.
ઉદ્યોગ જગતના નિષ્ણાતો દ્વારા ૧૦ પ્રેક્ટિકલ માસ્ટર ક્લાસ પણ યોજાશે, જેમાં ભાગ લેનારાઓને ટેકનોલોજી અને બિઝનેસ ક્ષેત્રે વ્યવહારુ જ્ઞાન મેળવવાની તક મળશે.

Tech Giants in Gandhinagar: જાણીતા વક્તાઓ પણ જોડાશે
કાર્યક્રમમાં ગઝલ અલઘ, ગૌરવ તનેજા અને વિરજ બહલ સહિતના જાણીતા ઉદ્યોગસાહસિકો અને ઈન્ફ્લુએન્સર્સ પોતાના અનુભવો અને બિઝનેસ આઈડિયાઝ શેર કરશે.
આ ઉપરાંત સ્ટાર્ટઅપ્સ અને બિઝનેસમેન માટે નેટવર્કિંગ, પાર્ટનરશિપ અને બિઝનેસ વિસ્તરણની નવી તકો ઊભી થશે.
આ ઈવેન્ટથી ગાંધીનગરમાં ટેકનોલોજી, સ્ટાર્ટઅપ અને બિઝનેસ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય જોડાણોને વેગ મળવાની શક્યતા છે. બે દિવસ દરમિયાન દેશ-વિદેશના નિષ્ણાતો એકત્રિત થવાથી ગુજરાતના ટેક અને ઈનોવેશન ઈકોસિસ્ટમને પણ નવી દિશા મળી શકે છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: કિંજલ રબારી હાઇકોર્ટમાં હાજર: અપહરણની ફરિયાદ સામે કાર્યવાહી પર સ્ટે

