HomeAhmedabadMedical Miracle at Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલ હૉસ્પિટલનો તબીબી ચમત્કાર: ITP...

Medical Miracle at Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલ હૉસ્પિટલનો તબીબી ચમત્કાર: ITP જેવી ગંભીર રક્ત બીમારી ધરાવતી મહિલાનું સફળ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ

Medical Miracle at Ahmedabad Civil Hospital: અમદાવાદની સિવિલ હૉસ્પિટલે તબીબી ક્ષેત્રે વધુ એક ગૌરવવંતી સિદ્ધિ હાંસલ કરી છે. ITP (Idiopathic Thrombocytopenic Purpura) જેવા ગંભીર રક્ત વિકાર અને અતિશય રક્તસ્રાવના ઉચ્ચ જોખમ વચ્ચે સિવિલના તબીબોએ ઉત્તર પ્રદેશના સંગીતા ત્રિવેદી નામના દર્દીની જટિલ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ (THP) સર્જરી સફળતાપૂર્વક પાર પાડી છે. ખાનગી હૉસ્પિટલોમાં લાખો રૂપિયાનો ખર્ચ માગી લેતી આ સારવાર સિવિલ હૉસ્પિટલમાં દર્દીને સંપૂર્ણપણે નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી છે.

Medical Miracle at Ahmedabad Civil Hospital: કેસની વિશેષતાઓ અને પડકારો:

Screenshot 2026 08 01 170420
  • ITP અને સર્જરીનું જોખમ: સંગીતા ત્રિવેદી લાંબા સમયથી ITP નામની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા. આ બીમારીમાં શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા ખૂબ ઓછી થઈ જતી હોવાથી કોઈપણ પ્રકારની સર્જરી દરમિયાન જીવલેણ રક્તસ્રાવ થવાનું જોખમ રહે છે.
  • સ્ટેરોઇડ્સની આડઅસર: ITPની દીર્ઘકાલીન સારવારમાં લેવાયેલા સ્ટેરોઇડ્સના કારણે તેમને Avascular Necrosis (AVN) થયું હતું, જેનાથી તેમનો હિપનો સાંધો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો હતો અને ચાલવું અશક્ય બન્યું હતું.
  • ખાનગી હોસ્પિટલોમાં નિરાશા: અગાઉ ખાનગી હોસ્પિટલોમાં આ સર્જરીનો ખર્ચ રૂ. ૩ થી ૫ લાખ જણાવવામાં આવ્યો હતો અને ઊંચા રક્તસ્રાવના જોખમને કારણે સારવારમાં સંકોચ વ્યક્ત કરાયો હતો.

Medical Miracle at Ahmedabad Civil Hospital: બહુવિભાગીય ટીમવર્કથી મળી સફળતા

Screenshot 2026 08 01 170736

સિવિલ હૉસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના પ્રોફેસર ડૉ. પીયૂષ મિત્તલ અને એનેસ્થેશિયા વિભાગના પ્રોફેસર ડૉ. શાકુંતલા સહિતની બહુવિભાગીય નિષ્ણાત ટીમે હેમેટોલોજી અને બ્લડ બેંકના સહયોગથી સફળ આયોજન કર્યું હતું. ઑપરેશન દરમિયાન દર્દીને ૫ યુનિટ પ્લેટલેટ્સ, ૧ યુનિટ FFP અને ૧ યુનિટ PCV આપવામાં આવ્યા હતા, જેથી રક્તસ્રાવ સફળતાપૂર્વક નિયંત્રિત થયો અને સર્જરી સુરક્ષિત રહી.

દર્દીના જીવનમાં નવી આશા

સફળ સર્જરી બાદ હવે સંગીતા ત્રિવેદીની તબિયત સંપૂર્ણપણે સ્થિર છે. હિપના અસહ્ય દુખાવામાંથી મુક્તિ મળ્યા બાદ તેઓ હવે સ્વતંત્ર રીતે ચાલી શકે છે અને પોતાના દૈનિક કાર્યો સરળતાથી કરી રહ્યા છે. આ સફળતાએ સાબિત કરી દીધું છે કે ગુજરાતની સરકારી આરોગ્ય સેવાઓ હવે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશાનું મોટું કેન્દ્ર બની રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર બેટિંગ, ધ્રાંગધ્રામાં ૭ ઇંચ ખાબક્યો, ચાર સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments