Every Drop Counts: દેશમાં પાણીની બચત અને ભૂગર્ભ જળસ્તર ઉપર લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલા ‘કેચ ધ રેન’ (Catch the Rain) અભિયાનથી દેશમાં જળ સંરક્ષણને એક મોટો વેગ મળ્યો છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે તાજેતરમાં એક નિવેદનમાં આ અભિયાનની સફળતાના આંકડા રજૂ કર્યા છે.
Every Drop Counts: ‘કેચ ધ રેન’ અભિયાનની મુખ્ય વિશેષતાઓ અને સિદ્ધિઓ:
- વિશાળ લક્ષ્યાંક અને સિદ્ધિ: જનસહયોગ, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ફંડ અને મનરેગા (MGNREGA) યોજનાના માધ્યમથી તારીખ 31 મે, 2026 સુધીમાં દેશભરમાં 1.55 કરોડથી વધુ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે.
- વિવિધ પ્રકારની ડિઝાઇન: તળાવો, સરોવરો, કેનાલ, બોર અને કૂવાઓને રિચાર્જ કરવા માટે જરૂરિયાત મુજબની 20 અલગ-અલગ પ્રકારની વૈજ્ઞાનિક ડિઝાઇનમાં આ સ્ટ્રક્ચર્સ તૈયાર કરવામાં આવ્યા છે.
- આગામી લક્ષ્યાંક: સરકાર દ્વારા જળ સંચયના આ અભિયાનને વધુ વેગ આપવા માટે વર્ષ 2026-27 દરમિયાન દેશભરમાં વધુ 2 કરોડ નવા વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ બનાવવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
Every Drop Counts: ભૂગર્ભ જળનો વપરાશ અને વરસાદી પાણીનું મહત્ત્વ:

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતમાં દર વર્ષે આશરે 370 BCM (બિલિયન ક્યુબિક મીટર) ભૂગર્ભ જળનો ઉપયોગ થાય છે, જે ચીન અને અમેરિકા જેવા દેશો કરતાં પણ ઘણો વધારે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વરસાદી પાણીનો સંગ્રહ કરવો અને ભૂગર્ભ જળ રિચાર્જ કરવું સમયની સૌથી મોટી માંગ બની ગયું છે.
નાગરિકોને ખાસ અપીલ:
સરકાર દ્વારા હાથ ધરવામાં આવતા આ મહા અભિયાનમાં જનભાગીદારી ખૂબ જ અનિવાર્ય છે. કેન્દ્રીય મંત્રીએ દેશના નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાના ઘરોની અગાસીનું વરસાદી પાણી વહીને વેડફાઈ જવા દેવાને બદલે જમીનમાં ઉતરે (Rains Water Harvesting) તેવી યોગ્ય વ્યવસ્થા કરે. પાણીનું એકેય ટીપું નકામું ન જાય અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે જળ સંરક્ષણમાં સૌ કોઈ પોતાનું યોગદાન આપે તેવું આહ્વાન કરવામાં આવ્યું છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વરસાદ વિરમ્યા બાદ પણ આફત યથાવત; ભલાડા ગામે કાંસમાં ગાબડું પાડતા 2000 વીઘા જમીન પાણીમાં ગરકાવ




