PM Modi’s 3rd Video in 4 Days: દેશમાં પેપરલીક જેવી ગંભીર સમસ્યાને ડામવા અને યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કેન્દ્ર સરકારે હવે આરપારની લડાઈના મૂડમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે ઇન્સ્ટાગ્રામ પર એક મહત્વપૂર્ણ વીડિયો સંદેશ શેર કરીને દેશના વિદ્યાર્થીઓને મોટી ભેટ આપી છે. PM મોદીએ જાહેરાત કરી છે કે પરીક્ષા પ્રણાલીને વધુ વિશ્વસનીય અને ટેક્નોલોજી યુક્ત બનાવવા માટે નંદન નિલેકણીના નેતૃત્વમાં એક હાઈ-પાવર ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે.

PM Modi’s 3rd Video in 4 Days: સોમવારે સંસદમાં રજૂ થશે કઠોર કાયદાનું બિલ
ચારેય તરફ ચાલી રહેલી ચર્ચાઓ અને વિરોધ-પ્રદર્શન વચ્ચે સોમવારે સંસદમાં પેપર લીક વિરોધી કડક કાયદો રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ લોકસભામાં ‘જાહેર પરીક્ષા (અયોગ્ય સાધનોની રોકથામ) સુધારા વિધેયક, 2026′ રજૂ કરશે. આ બિલ દ્વારા વર્ષ 2024માં બનેલા કાયદામાં વધુ કડક જોગવાઈઓ ઉમેરવામાં આવશે.
આ નવા કાયદા હેઠળ:
- ગુનેગારો સામે અત્યંત કડક સજા અને ભારે દંડની જોગવાઈ હશે.
- રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવશે, જ્યાં આ મામલે રોજ સુનાવણી હાથ ધરાશે.
PM Modi’s 3rd Video in 4 Days: માત્ર 4 દિવસમાં PM મોદીનો ત્રીજો વીડિયો સંદેશ
વિદ્યાર્થીઓ સાથે સીધા સંવાદ સાધતા PM મોદીએ છેલ્લા 4 દિવસમાં સોશિયલ મીડિયા પર ત્રણ વીડિયો જાહેર કર્યા છે:
- 23 જુલાઈ (મધ્યરાત્રિ): X (અગાઉ Twitter) પર 2.56 મિનિટનો વીડિયો શેર કરીને PMએ જણાવ્યું કે પેપર લીક કોઈ સામાન્ય વિષય નથી, પરંતુ લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓની પીડા છે. સરકારની જવાબદારી છે કે વિદ્યાર્થીઓનું વર્ષ બરબાદ ન થાય, જેના ભાગરૂપે અઢી મહિનામાં જ 22 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા યોજી 19 જુલાઈએ પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાથે જ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાનો નિર્દેશ પણ અપાયો છે.
- 24 જુલાઈ: યુવાનો તરફથી મળેલા સકારાત્મક સૂચનો અને પ્રતિસાદ બદલ PM મોદીએ સોશિયલ મીડિયા પર સૌનો આભાર માન્યો હતો.
- રવિવાર (આજે): ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી કડક કાયદો લાવવાની ઘોષણા કરતા PMએ કહ્યું કે, “મિત્રો, જે લોકોએ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કર્યા છે, તેઓ આજે જેલોમાં સડી રહ્યા છે. કાલે આપણે સંસદમાં કઠોર સજા સાથે નવી જોગવાઈઓ લાવી રહ્યા છીએ.”
PM Modi’s 3rd Video in 4 Days: ટેક્નોલોજીના ઉપયોગ પર ભાર
વડાપ્રધાને સ્પષ્ટ કર્યું છે કે માત્ર સજા આપવાથી સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે, પરંતુ ભવિષ્ય માટે મજબૂત વ્યવસ્થા કરવી પડશે. પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા વધારવા અને તેમાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા માટે ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નિલેકણીના માર્ગદર્શન હેઠળ વિશેષ ટાસ્ક ફોર્સ કામ કરશે.
આગામી દિવસોમાં આ કડક કાયદાના અમલીકરણથી પેપરલીક માફિયાઓ પર કાયમી લગામ કસાઈ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




