Home Desh Every Drop Counts: કેન્દ્ર સરકારનું ‘કેચ ધ રેન’ અભિયાન: જળ સંરક્ષણની દિશામાં...

Every Drop Counts: કેન્દ્ર સરકારનું ‘કેચ ધ રેન’ અભિયાન: જળ સંરક્ષણની દિશામાં ઐતિહાસિક સફળતા, દેશભરમાં 1.55 કરોડથી વધુ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ બનાવાયા

0
110
Every Drop Counts
Every Drop Counts

Every Drop Counts: દેશમાં પાણીની બચત અને ભૂગર્ભ જળસ્તર ઉપર લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલા ‘કેચ ધ રેન’ (Catch the Rain) અભિયાનથી દેશમાં જળ સંરક્ષણને એક મોટો વેગ મળ્યો છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે તાજેતરમાં એક નિવેદનમાં આ અભિયાનની સફળતાના આંકડા રજૂ કર્યા છે.

Every Drop Counts: ‘કેચ ધ રેન’ અભિયાનની મુખ્ય વિશેષતાઓ અને સિદ્ધિઓ:

  • વિશાળ લક્ષ્યાંક અને સિદ્ધિ: જનસહયોગ, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ફંડ અને મનરેગા (MGNREGA) યોજનાના માધ્યમથી તારીખ 31 મે, 2026 સુધીમાં દેશભરમાં 1.55 કરોડથી વધુ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે.
  • વિવિધ પ્રકારની ડિઝાઇન: તળાવો, સરોવરો, કેનાલ, બોર અને કૂવાઓને રિચાર્જ કરવા માટે જરૂરિયાત મુજબની 20 અલગ-અલગ પ્રકારની વૈજ્ઞાનિક ડિઝાઇનમાં આ સ્ટ્રક્ચર્સ તૈયાર કરવામાં આવ્યા છે.
  • આગામી લક્ષ્યાંક: સરકાર દ્વારા જળ સંચયના આ અભિયાનને વધુ વેગ આપવા માટે વર્ષ 2026-27 દરમિયાન દેશભરમાં વધુ 2 કરોડ નવા વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ બનાવવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

Every Drop Counts: ભૂગર્ભ જળનો વપરાશ અને વરસાદી પાણીનું મહત્ત્વ:

Every Drop Counts

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતમાં દર વર્ષે આશરે 370 BCM (બિલિયન ક્યુબિક મીટર) ભૂગર્ભ જળનો ઉપયોગ થાય છે, જે ચીન અને અમેરિકા જેવા દેશો કરતાં પણ ઘણો વધારે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વરસાદી પાણીનો સંગ્રહ કરવો અને ભૂગર્ભ જળ રિચાર્જ કરવું સમયની સૌથી મોટી માંગ બની ગયું છે.

નાગરિકોને ખાસ અપીલ:

સરકાર દ્વારા હાથ ધરવામાં આવતા આ મહા અભિયાનમાં જનભાગીદારી ખૂબ જ અનિવાર્ય છે. કેન્દ્રીય મંત્રીએ દેશના નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાના ઘરોની અગાસીનું વરસાદી પાણી વહીને વેડફાઈ જવા દેવાને બદલે જમીનમાં ઉતરે (Rains Water Harvesting) તેવી યોગ્ય વ્યવસ્થા કરે. પાણીનું એકેય ટીપું નકામું ન જાય અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે જળ સંરક્ષણમાં સૌ કોઈ પોતાનું યોગદાન આપે તેવું આહ્વાન કરવામાં આવ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વરસાદ વિરમ્યા બાદ પણ આફત યથાવત; ભલાડા ગામે કાંસમાં ગાબડું પાડતા 2000 વીઘા જમીન પાણીમાં ગરકાવ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે