Home State Gujarat Rajesh Exports Scam: પાનેલીના હર્ષદ મહેતા પછી હવે રાજકોટના રાજેશ મહેતા, ₹15...

Rajesh Exports Scam: પાનેલીના હર્ષદ મહેતા પછી હવે રાજકોટના રાજેશ મહેતા, ₹15 લાખ કરોડના મહાકૌભાંડની ‘હવાઈ કમાણી’ અને LICના ડૂબતા પૈસાની ઈનસાઈડ સ્ટોરી

0
120
Rajesh Exports Scam
Rajesh Exports Scam

Rajesh Exports Scam: શેરબજારના ઇતિહાસમાં હર્ષદ મહેતા અને કેતન પારેખ જેવા કૌભાંડો પછી હવે વધુ એક મોટું બિઝનેસ કૌભાંડ હેડલાઇન્સમાં આવ્યું છે. મૂળ રાજકોટના અને હાલ બેંગ્લુરૂ સ્થાયી થયેલા ઉદ્યોગપતિ રાજેશ મહેતાની કંપની રાજેશ એક્સપોર્ટ્સ’ (Rajesh Exports) સેબી (SEBI)ની રડારમાં આવી છે. સેબીના ૧૦૯ પાનાના વચગાળાના રિપોર્ટ અનુસાર, કંપનીએ દર્શાવેલી ₹૧૫.૧૫ લાખ કરોડની જંગી આવકમાંથી ૯૭% થી ૯૯% આવક ખોટી એટલે કે માત્ર કાગળ પરની ‘હવાઈ કમાણી’ હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.

આ ગોટાળાની ગંધ બહાર આવતા જ શેરબજારમાં રોકાણકારોના અબજો રૂપિયા સ્વાહા થઈ ગયા છે, જેમાં સરકારી સંસ્થા LIC અને કેનરા બેંકના કરોડો રૂપિયા પણ દાવ પર લાગ્યા છે.

Rajesh Exports Scam

Rajesh Exports Scam: સોનાના વેપારથી શરૂઆત અને ‘ટોલ પ્લાઝા’ જેવી મોડેસ ઓપરેન્ડી

વાત ૧૯૮૬-૮૭ની છે, જ્યારે રાજકોટમાં સોના-ચાંદીનો વ્યવસાય કરતા જસવંતરાય મહેતા તેમના બે દીકરાઓ રાજેશ અને પ્રશાંત સાથે બેંગ્લુરૂ શિફ્ટ થયા. ૧૯૮૯માં તેમણે માત્ર ૧૦ કર્મચારીઓ સાથે ‘રાજેશ એક્સપોર્ટ્સ’ની શરૂઆત કરી. કાચા સોનાને રિફાઇન કરવાનું કામ જોરદાર ચાલ્યું અને કંપની BSE તથા NSE પર લિસ્ટેડ થઈ.

Rajesh Exports Scam

Rajesh Exports Scam: આવકનો જાદુ કેવી રીતે ચાલ્યો?

કંપનીનું વાર્ષિક ટર્નઓવર લગભગ $૩૯.૨ બિલિયન (અંદાજે ₹૩.૭૫ લાખ કરોડ) બતાવાતું હતું. પરંતુ સેબીની તપાસમાં સામે આવ્યું કે કંપનીનું બિઝનેસ મોડેલ જ શંકાસ્પદ હતું. રાજેશ મહેતા પાસે જ્યારે અન્ય ક્લાયન્ટ્સનું કાચું સોનું રિફાઇન થવા આવતું, ત્યારે તેમણે માત્ર પોતાનો ‘રિફાઇનીંગ ચાર્જ’ જ આવક તરીકે દર્શાવવાનો હતો. તેના બદલે તેઓ આખા સોનાની કિંમતને જ પોતાની આવક તરીકે ચોપડે નોંધી લેતા હતા.

ઉદાહરણ તરીકે: જેમ કોઈ ટોલ પ્લાઝા પરથી દિવસ દરમિયાન ₹૫૦ લાખની મર્સિડીઝ કે ₹૩૫ લાખની ઓડી કાર પસાર થાય, તો ટોલ કર્મચારી ગાડીઓની કિંમત ગણીને પોતાની કમાણી ₹૧ કરોડ ન બતાવી શકે, તેણે માત્ર મળેલો ‘ટોલ ટેક્સ’ જ દર્શાવવાનો હોય. રાજેશ મહેતાએ સોનાના વેપારમાં આ જ ભૂલ (અથવા ચાલાકી) વર્ષો સુધી ચાલુ રાખી.

Rajesh Exports Scam

Rajesh Exports Scam: એક ઈમેલ અને સેબીની એન્ટ્રી

૧૧ માર્ચ ૨૦૨૪ના રોજ સેબીને એક સજાગ શેરહોલ્ડરનો ઈમેલ મળ્યો. ઈમેલમાં સવાલ ઉઠાવાયો હતો કે બજારમાંથી કંપનીને બે વર્ષથી કરોડો રૂપિયા લેવાના બાકી (Trade Receivables) છે, છતાં કંપની કેમ કોઈ ઉઘરાણી કરતી નથી?

સેબીએ આ મામલે તપાસ હાથ ધરી ત્યારે કેલ્ક્યુલેટરો ટૂંકા પડે તેવા ગંભીર ગોટાળા સામે આવ્યા. જોકે, રાજેશ મહેતાએ આ આરોપોને નકારી કાઢ્યા છે અને તેને ‘વચગાળાનો રિપોર્ટ’ ગણાવી કાયદાકીય લડત આપવાની વાત કરી છે.

Rajesh Exports Scam

Rajesh Exports Scam: સેબીના ૭ મુખ્ય અને ગંભીર આરોપો

  1. ૯૭% થી ૯૯% ફેક રેવન્યુ: કંપનીએ પોતાની મોટાભાગની આવક વિદેશી સબસિડિયરીઝ (જેમ કે સ્વિત્ઝર્લેન્ડની જાયન્ટ રિફાઇનરી ‘વલકામ્બી’) દ્વારા થતી હોવાનું દર્શાવ્યું, જે વાસ્તવમાં શંકાસ્પદ છે.
  2. તપાસમાં અસહકાર: કંપનીએ સેબીની તપાસ દરમિયાન પોતાની એકાઉન્ટિંગ સિસ્ટમનું એક્સેસ આપવાની ના પાડી દીધી.
  3. ડેટા પ્રોટેક્શનનું બહાનુ: વિદેશી કંપનીઓના નાણાકીય વ્યવહારો માગવામાં આવ્યા ત્યારે કંપનીએ ‘સ્વિસ ડેટા પ્રોટેક્શન એક્ટ’નો આશરો લઈ માહિતી છુપાવી.
  4. પર્સનલ એકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફર: બોર્ડની મંજૂરી વગર જ કંપનીના કરોડો રૂપિયા રાજેશ મહેતાના અંગત બેંક ખાતામાં ટ્રાન્સફર થયા હોવાના પુરાવા મળ્યા.
  5. નાણાકીય રિપોર્ટ ગાયબ: રાજેશ એક્સપોર્ટ્સ સિંગાપોરે ૨૦૨૩ થી ૨૦૨૫ વચ્ચેનો કોઈ ફાઇનાન્સિયલ રિપોર્ટ સબમિટ કર્યો નથી.
  6. વલકામ્બીના રિપોર્ટ ગાયબ: ગ્લોબલ ગોલ્ડ રિફાઇનરીઝ અને વલકામ્બી (Valcambi) કંપનીના છેલ્લા ૩ થી ૪ વર્ષના ઓડિટ રિપોર્ટ્સ રજૂ કરાયા નથી.
  7. એફ્લુઅન્સ’ કંપનીનો ખુલાસો: ચોપડે દર્શાવ્યા મુજબ ₹૧૧,૪૪૮ કરોડની લેવડદેવડ ‘એફ્લુઅન્સ’ નામની કંપની સાથે થઈ હોવાનો દાવો હતો, પરંતુ એફ્લુઅન્સ કંપનીએ સેબી સામે સ્પષ્ટ કર્યું કે તેમણે રાજેશ એક્સપોર્ટ્સ સાથે ક્યારેય કોઈ વ્યવહાર કર્યો જ નથી!
Rajesh Exports Scam
Rajesh Exports Scam

Rajesh Exports Scam: LIC અને કેનરા બેંકના કરોડો રૂપિયા દાવ પર

આ મહાકૌભાંડની સૌથી મોટી આડઅસર સામાન્ય જનતાના પૈસા પર પડી શકે છે:

  • LICની ભાગીદારી: ભારતીય જીવન વીમા નિગમ (LIC) આ કંપનીમાં ૧૦.૮૦% હિસ્સેદારી ધરાવે છે. વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન શેરના ભાવ ૭૦% ગગડ્યા હોવા છતાં LICએ પોતાનો હિસ્સો કેમ જાળવી રાખ્યો તે મોટો સવાલ છે. સેબીના આદેશ બાદ LICના પોતાના શેરમાં પણ ૧%નો ઘટાડો નોંધાયો છે.
  • કેનરા બેંકની લોન: સરકારી કેનરા બેંકે રાજેશ એક્સપોર્ટ્સને ૫૦૯ કરોડની લોન આપેલી છે. હવે આ પૈસા રિકવર કરવા માટે બેંક કંપનીની મિલકતોની હરાજી કરવાની તૈયારી કરી રહી છે.

Rajesh Exports Scam: રોકાણકારો કંગાળ: એક જ ઝાટકે ₹૧૨,૭૦૦ કરોડ ધોવાયા

શેરબજારમાં રોકાણ કરનારા નાના-મોટા રોકાણકારો આ કૌભાંડમાં ખરાબ રીતે ફસાયા છે.

  • વર્ષ ૨૦૨૩માં રાજેશ એક્સપોર્ટ્સના એક શેરની કિંમત ૧,૦૨૮ હતી અને માર્કેટ કેપ ₹૩૦,૦૦૦ કરોડથી વધુ હતી.
  • ૨૦૨૪માં આ શેર ઘટીને ₹૩૦૬ થયો અને જૂન ૨૦૨૬ની સ્થિતિએ શેર માત્ર ૧૦૩ પર ટ્રેડ થઈ રહ્યો છે.
  • આ લોઅર સર્કિટના કારણે રોકાણકારોના અંદાજે ૧૨,૭૦૦ કરોડ ડૂબી ચૂક્યા છે.

Rajesh Exports Scam: સરકારની PLI સ્કીમ અને ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) કનેક્શન

રસપ્રદ વાત એ છે કે, ગોલ્ડ બિઝનેસ સિવાય સરકારે દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલ અને પાવર સ્ટોરેજ માટેની ‘પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ’ (PLI) સ્કીમ હેઠળ આ કંપનીને મોટો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જાણીતી EV કંપની ‘એથર’ (Ather)ને બાજુ પર રાખીને સરકારે રાજેશ એક્સપોર્ટ્સને આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો. કંપનીએ તેલંગાણા સરકાર સાથે મળીને ₹૨૪,૦૦૦ કરોડના હાઇટેક સેમિકન્ડક્ટર પ્લાન્ટની સ્થાપના કરવાની પણ જાહેરાત કરી હતી, જે હવે વિવાદોમાં ઘેરાઈ ગઈ છે.

Rajesh Exports Scam: ૩ સાદા ફોન રાખતા અબજોપતિની રહસ્યમય લાઈફસ્ટાઈલ

ફોર્બ્સ મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યુ મુજબ, રાજેશ મહેતા ખૂબ જ સાદગીથી રહેવાનો દાવો કરે છે. તેઓ બુલેટપ્રૂફ ગાડીઓ વાપરતા નથી અને વર્ષ ૨૦૧૬ સુધી તેમની પાસે કોઈ સ્માર્ટફોન નહોતો, માત્ર ૩ સાદા ફોન રાખતા હતા. જોકે, તેમની ઓફિસમાં સોના-ચાંદી અને હાથીદાંતમાંથી બનેલી કરોડોની કિંમતની ૩૦૦ ગણેશ મૂર્તિઓ હોવાનું ચર્ચાય છે.

મુખ્ય સવાલ: હવે જો સેબીના આ વચગાળાના અહેવાલના આરોપો કોર્ટમાં સાચા સાબિત થશે, તો મામલો માત્ર ‘રેવન્યુ ઇન્ફ્લેશન’ (કાગળ પર આવક વધારવી) પૂરતો સીમિત નહીં રહે. બ્લેક મનીને વ્હાઇટ કરવાના મની લોન્ડરિંગના એન્ગલથી આ કેસમાં ટૂંક સમયમાં જ ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની એન્ટ્રી થઈ શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 અંબાજી નજીક તળાવમાં ડૂબી જતાં 3 માસૂમ બાળકોનાં કરુણ મોત, મૃતકોમાં બે સગા ભાઈ; તંત્ર સામે ગ્રામજનોનો રોષ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે