HomeVadodaraVadodara Ready for PM Modi: વડોદરામાં Y આકારના રેમ્પ પર મોદી રોકસ્ટાર...

Vadodara Ready for PM Modi: વડોદરામાં Y આકારના રેમ્પ પર મોદી રોકસ્ટાર સ્ટાઇલમાં એન્ટ્રી કરશે

Vadodara Ready for PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે, 8 સપ્ટેમ્બરે વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. વડોદરામાં યોજાનારા કાર્યક્રમને ખાસ કરીને GEN-Zને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. એમ.એસ. યુનિવર્સિટીના પેવેલિયન મેદાનમાં વડાપ્રધાનના સંબોધન માટે વિશેષ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે.

સ્ટેજની સાથે ખાસ ‘Y’ આકારનો રેમ્પ બનાવવામાં આવ્યો છે. રેમ્પની આસપાસ યુવાનોને બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન રેમ્પ પર ચાલતા-ચાલતા યુવાનો સાથે સંવાદ કરશે અને તેમનું અભિવાદન ઝીલશે.

Vadodara Ready for PM Modi: IPL જેવી સ્ટાઇલમાં 4K લાઇવ બ્રોડકાસ્ટિંગ

Vadodara Ready for PM Modi

કાર્યક્રમને ટેક્નોલોજીની દ્રષ્ટિએ પણ ભવ્ય બનાવવામાં આવ્યો છે. સમગ્ર કાર્યક્રમનું પ્રોડક્શન અને લાઇવ કવરેજ 4K કેમેરા ટેક્નોલોજીથી કરવામાં આવશે. IPL જેવી લાઇવ બ્રોડકાસ્ટિંગ સ્ટાઇલમાં કાર્યક્રમને રજૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે.

આ ઉપરાંત, સરકારી કાર્યક્રમમાં ઓનલાઇન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ‘બુક માય શો’ મારફતે અત્યાર સુધીમાં 6 હજારથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જણાવાયું છે.

Vadodara Ready for PM Modi: PM મોદીના રૂટ પર મેગા સુરક્ષા રિહર્સલ

Vadodara Ready for PM Modi

PM મોદીના આગમનને લઈને વડોદરા શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવ્યો છે. એરપોર્ટથી સભા સ્થળ સુધી ત્રિસ્તરીય સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

સુરક્ષા વ્યવસ્થામાં 2,000થી વધુ પોલીસ જવાનો, 11 DCP અને 17 ACP તૈનાત રહેશે. કાર્યક્રમ સ્થળ અને આસપાસના વિસ્તારોમાં ડ્રોનથી પણ સતત નજર રાખવામાં આવી રહી છે.

Vadodara Ready for PM Modi: વિશ્વામિત્રી નદીમાં બોટથી તપાસ

Vadodara Ready for PM Modi

સુરક્ષા રિહર્સલ દરમિયાન ફાયર બ્રિગેડની ટીમે વિશ્વામિત્રી નદીમાં બોટ મારફતે તપાસ હાથ ધરી હતી. મંગલ પાંડે બ્રિજ નીચે નદીમાં બોમ્બ અથવા કોઈ શંકાસ્પદ વસ્તુ ન હોય તેની તપાસ કરવામાં આવી હતી.

કોન્વોયના રૂટ પર પણ સુરક્ષા રિહર્સલ કરવામાં આવ્યું હતું. રિહર્સલ દરમિયાન થોડા સમય માટે ટ્રાફિક રોકવામાં આવ્યો હતો. નાગરિકોની સુવિધા માટે વૈકલ્પિક ટ્રાફિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે.

Vadodara Ready for PM Modi: પંડ્યા બ્રિજથી જૂના વુડા સર્કલ સુધી ટ્રાફિક અસરગ્રસ્ત

Vadodara Ready for PM Modi

કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પંડ્યા બ્રિજથી ફતેગંજ બ્રિજ નીચે થઈ જૂના વુડા સર્કલ તરફના માર્ગ પર ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને ફરજ પરના પોલીસ અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.

Vadodara Ready for PM Modi: PMના આગમન પહેલાં વડોદરામાં સ્વચ્છતા અભિયાન

Vadodara Ready for PM Modi

વડોદરા મહાનગરપાલિકા દ્વારા PM મોદીના આગમન પહેલાં એક સપ્તાહ સુધી વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. શહેરની ઐતિહાસિક ઇમારતો, મંદિરો, આંગણવાડીઓ સહિતના વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી હતી.

યુવાનોને આકર્ષવા માટે શહેરના વિવિધ સ્થળોએ સંગીતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમ, વડોદરામાં PM મોદીના કાર્યક્રમને ભવ્ય અને ટેક્નોલોજી આધારિત બનાવવાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદમાં રિક્ષા હડતાળ વચ્ચે દાદાગીરીનો આરોપ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments