Market Update: શેરબજારમાં આજે સોમવાર, 7 સપ્ટેમ્બરના રોજ ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 382 પોઈન્ટ ઘટીને 76,132ના સ્તરે બંધ થયો. જ્યારે નિફ્ટી પણ 118 પોઈન્ટ ઘટ્યો અને 23,779ના સ્તરે બંધ રહ્યો.
Market Update: એશિયન બજારોમાં મિશ્ર કારોબાર

આજે એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો. સાઉથ કોરિયાનો કોસ્પી 221 પોઈન્ટ વધીને 6,912 પર રહ્યો, જ્યારે જાપાનનો નિક્કેઈ 1,439 પોઈન્ટના ઉછાળા સાથે 66,231 પર પહોંચ્યો. બીજી તરફ, હોંગકોંગનો હેંગસેંગ 258 પોઈન્ટ ઘટીને 25,393ના સ્તરે રહ્યો.
Market Update: અમેરિકી બજારોમાં પણ ઘટાડો
3 સપ્ટેમ્બરના અમેરિકી બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 272 પોઈન્ટ ઘટીને 53,414, નાસ્ડેક 77 પોઈન્ટ ઘટીને 26,507 અને S&P 500 29 પોઈન્ટ ઘટીને 7,719 પર બંધ થયો હતો.
Market Update: DIIની ખરીદી યથાવત
ઘરેલું સંસ્થાકીય રોકાણકારો એટલે કે DIIએ છેલ્લા 7 દિવસમાં ₹18,568 કરોડના શેર ખરીદ્યા છે. છેલ્લા 30 દિવસમાં DIIની ખરીદીનો આંકડો ₹69,068 કરોડ રહ્યો છે.
FII/FPI તરફથી છેલ્લા સત્રમાં ₹3,112 કરોડની વેચવાલી જોવા મળી હતી. છેલ્લા 30 દિવસમાં FII/FPIની ચોખ્ખી વેચવાલી ₹8,046 કરોડ રહી છે.

NSEના પ્રી-ઓપન સેશનના નિયમોમાં ફેરફાર
નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSEએ આજથી પ્રી-ઓપન સેશનના નિયમોમાં ફેરફાર કર્યો છે. જોકે કુલ પ્રી-ઓપન સેશનનો સમય 15 મિનિટનો જ રહેશે, એટલે કે સવારે 9:00થી 9:15 વાગ્યા સુધી.
સવારે 9:00થી 9:05 વાગ્યા સુધી ટ્રેડર્સ માર્કેટ ઓર્ડર અને લિમિટ ઓર્ડર બંને દાખલ કરી શકશે. માર્કેટ ઓર્ડર માટે હવે શરૂઆતના 5 મિનિટનો જ સમય રહેશે. એલ્ગો માર્કેટ ઓર્ડર્સ પણ આ જ સમયગાળામાં મૂકી શકાશે.
સવારે 9:05થી 9:10 વાગ્યા સુધી માત્ર લિમિટ ઓર્ડર સ્વીકારવામાં આવશે. જ્યારે ઓર્ડર કલેક્શનની વિન્ડો સવારે 9:08થી 9:10 વચ્ચે રેન્ડમ રીતે બંધ થશે.
શુક્રવારે બજારમાં તેજી
આ અગાઉ શુક્રવાર, 4 સપ્ટેમ્બરે શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 362 પોઈન્ટ વધીને 76,515 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં 24 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો અને તે 23,897ના સ્તરે બંધ થયો હતો.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વડોદરામાં Y આકારના રેમ્પ પર મોદી રોકસ્ટાર સ્ટાઇલમાં એન્ટ્રી કરશે

