Gujarat Local Body Election Results: LIVE: વડોદરાના સાવલી નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલનો વિજય થયો. 

0
205

મનપા-નપામાં ભાજપનો દબદબો 

આણંદમાં બોરસદ નપાના વૉર્ડ 4માં ભાજપની જીત  

પાલનપુર નપાના વૉર્ડ 1 માં ભાજપની પેનલ જીતી 

અંકલેશ્વર નપાના વૉર્ડ 1માં ભાજપની પેનલ જીતી 

મહેસાણા નપાના વૉર્ડ 1 અને 6 માં ભાજપને લીડ 

તારાપુર નપાના વોર્ડ 1માં ભાજપની પેનલ જીતી 

લુણાવાડા નપાના વોર્ડ નંબર 5માં ભાજપની જીત 

વલસાડ મનપાના વૉર્ડ નંબર 1,5,9 માં ભાજપની જીત 

કેશોદ નપાના વૉર્ડ 1માં ભાજપની જીત 

સુરતમાં મનપાના વૉર્ડ 14માં બે બેઠક પર આપ આગળ 

પોરબંદરમાં મનપાના વૉર્ડ નંબર 9માં ભાજપની જીત 

વડોદરા મનપાના વૉર્ડ 6માં કોંગ્રેસની પેનલને લીડ 

ઉમરગામ નપાના વૉર્ડ નંબર 1 માં ભાજપની પેનલ જીતી 

ઉમરગામ નગરપાલિકામાં વૉર્ડ નંબર 1માં ભાજપની પેનલનો વિજય થયો છે. 

રાજકોટમાં કટ્ટર હરીફાઈ 

રાજકોટમાં વૉર્ડ નંબર 16 માં કોંગ્રેસ તો વૉર્ડ નંબર 7માં ભાજપ બેલેટ પેપરની મતગણતરીમાં આગળ હોવાની જાણકારી સામે આવી છે

વાપી મનપામાં વૉર્ડ નંબર 9માં ભાજપની પેનલ જીતી 

વાપીથી ભાજપ માટે ગુડ ન્યૂઝ આવ્યા છે. અહીં ભાજપની વૉર્ડ નંબર 9ની પેનલ જીતી ગઈ છે. જેમાં ભૂપેન્દ્રભાઇ, મિતલબેન, વિપુલચંદ્ર અને મિતેષ નામના ઉમેદવારો જીત્યા છે.

Gujarat Local Body Election Results: 28 એપ્રિલ, 2026 ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મહાજંગનું આજે પરિણામ છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 10,005 બેઠકોમાંથી 736 બેઠકો પર ભાજપ બિનહરીફ વિજેતા બની ચૂક્યું છે, ત્યારે બાકીની 9,269 બેઠકો પર કોનું પલડું ભારે રહેશે તે થોડી જ વારમાં સ્પષ્ટ થશે. સવારે 8 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ રહી છે.

Gujarat Local Body Election Results:  સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત

રાજ્યભરના મતગણતરી કેન્દ્રો પર ‘થ્રી-લેયર’ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

  • એન્ટ્રી પર ચેકિંગ: ઉમેદવારો અને તેમના એજન્ટોને આઈ-કાર્ડ અને સઘન ચેકિંગ બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
  • મોબાઈલ પર પ્રતિબંધ: ગણતરી કેન્દ્રની અંદર મોબાઈલ ફોન લઈ જવા પર સંપૂર્ણ મનાઈ છે.
  • CCTV વોચ: દરેક ટેબલ પર થતી ગણતરી પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે.

લાઈવ અપડેટ્સ

વાપી મનપામાં વૉર્ડ નંબર 9માં ભાજપની પેનલ જીતી 

વાપીથી ભાજપ માટે ગુડ ન્યૂઝ આવ્યા છે. અહીં ભાજપની વૉર્ડ નંબર 9ની પેનલ જીતી ગઈ છે. જેમાં ભૂપેન્દ્રભાઇ, મિતલબેન, વિપુલચંદ્ર અને મિતેષ નામના ઉમેદવારો જીત્યા છે.

વડોદરામાં ભાજપનું ખાતું ખુલ્યું 

વડોદરાના સાવલી નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલનો વિજય થયો. 

રાજકોટથી કોંગ્રેસ માટે ગુડ ન્યૂઝ 

રાજકોટ મનપાના વોર્ડ નંબર 16માં કોંગ્રેસના ચારેય ઉમેદવાર આગળ  

આમોદ નપાના વૉર્ડમાં કોંગ્રેસ વિજયી 

આમોદ નગરપાલિકાના વૉર્ડ નંબર 1 માં કોંગ્રેસના ચારેય ઉમેદવારો જીત્યા.

ગુજરાત કોલેજ પર વિવાદ, ભાજપના કાર્યકરો બગડ્યાં 

અમદાવાદમાં ગુજરાત કોલેજના મતગણતરી કેન્દ્ર પર વિવાદ થયો છે. ત્યાં કોંગ્રેસના કાર્યકરો ખેસ પહેરીને આવતા ભાજપના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. તેમણે પોલીસ સામે પક્ષપાત કરવાનો આરોપ પણ મૂક્યો હતો. 

રાજકોટના વોર્ડ 10તી 12ની મતગણતરી એવીપીટી કોલેજમાં, RJ આભાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

રાજકોટ વોર્ડ નંબર 10, 11 અને 12ની મતગણતરી એવીપીટી કોલેજ ખાતે થશે. આ પણ ભાજપનો ગઢ માનવામાં આવે છે. ભાજપના ઘનશ્યામ હેરભા, જ્યોત્સના ટીલાળા અને કોંગ્રેસના ભાર્ગવીબા અને આર. જે. આભાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ટૂંક સમયમાં જ મત પેટી ખુલ્યા બાદ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.