HomeAhmedabadAhmedabad Crime:અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા: નરોડામાં પિતા-પુત્ર પર તલવારબાજી, કાગડાપીઠમાં યુવકને છરીના ઘા...

Ahmedabad Crime:અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા: નરોડામાં પિતા-પુત્ર પર તલવારબાજી, કાગડાપીઠમાં યુવકને છરીના ઘા ઝીંક્યા

Ahmedabad Crime :શહેરમાં પોલીસ કમિશનરના હથિયારબંધીના જાહેરનામા છતાં ગુનેગારો બેફામ બન્યા છે. અમદાવાદના નરોડા અને કાગડાપીઠ વિસ્તારમાં જાહેરમાં હિંસક હુમલાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં તલવાર, પાઇપ અને છરી જેવા જીવલેણ હથિયારો વડે હુમલો કરી પિતા-પુત્ર સહિત અનેક લોકોને લોહીલુહાણ કરવામાં આવ્યા છે.

Ahmedabad Crime : નરોડામાં સોસાયટી બાબતે પિતા-પુત્ર પર તલવારથી હુમલો

Ahmedabad Crime

નરોડાના નાના ચિલોડા વિસ્તારમાં આવેલી કેસર વાટિકા સોસાયટીમાં નજીવી બાબતે લોહીયાળ ખેલ ખેલાયો હતો.

  • વિગત: ફરિયાદી રસિકભાઈની પત્ની સાથે સોસાયટીના ચેરમેન દીપક ચૌહાણ વારંવાર માથાકૂટ કરતા હતા. આ બાબતે વાત કરવા ગયેલા રસિકભાઈ અને તેમના પુત્ર આર્યન પર ચેરમેનના પુત્ર જય અને અન્ય શખ્સોએ હુમલો કર્યો હતો.
  • ધમકી: હુમલાખોરોએ તલવાર અને લોખંડની પાઇપ વડે પિતા-પુત્ર અને તેમના ભત્રીજાને બેરહેમ માર માર્યો હતો. હુમલો કર્યા બાદ આરોપીઓએ ધમકી આપી હતી કે, આજે જીવતા છોડ્યા છે, હવે નામ લેશો તો જીવતા નહીં છોડીએ.’ ઈજાગ્રસ્તોને હાલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

Ahmedabad Crime:કાગડાપીઠમાં મિત્રની માથાકૂટમાં યુવક પર છરીના ઘા

Ahmedabad Crime

શહેરના કાગડાપીઠ વિસ્તારમાં પણ જાહેરમાં મારામારીની ઘટના બની છે.

  • વિગત: દીપક ઠાકોર નામનો યુવક તેના મિત્રોની માથાકૂટ છોડાવવા ભુલાભાઈ પાર્ક પાસે ગયો હતો. ત્યાં અચાનક એક્ટિવા અને બાઈક પર આવેલા ચાર શખ્સોએ હુમલો કર્યો હતો.
  • હુમલો: અન્ય મિત્રો ભાગી છૂટ્યા હતા, પરંતુ દીપકને પકડીને હુમલાખોરોએ છરીના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવકને એલ.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.

Ahmedabad Crime:પોલીસની કામગીરી પર સવાલો

શહેરમાં છરી, તલવાર અને પાઇપ જેવા હથિયારો રાખવા પર પ્રતિબંધ હોવા છતાં ગુનેગારો બ્લેક સ્કોર્પિયો અને બાઈક પર હથિયારો સાથે ફરી રહ્યા છે. સ્થાનિક પોલીસ સ્ટેશનો દ્વારા જાહેરનામાનો અમલ કરાવવામાં નિષ્ફળતા મળી રહી હોય તેમ ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. નરોડા અને કાગડાપીઠ પોલીસે હાલ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો :ગીરના રાજા પર તોળાઈ રહ્યું છે જોખમ? ગુજરાતમાં બે વર્ષમાં 322 સિંહોના મોત, અકુદરતી મૃત્યુના આંકડાએ વધારી ચિંતા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments