Home Main વધુ એક આંદોલનના ડરથી સરકાર ગભરાઈ, ઉમેદવારોને ગાંધીનગર પહોંચવા ન દેવાનો છૂટ્યો...

વધુ એક આંદોલનના ડરથી સરકાર ગભરાઈ, ઉમેદવારોને ગાંધીનગર પહોંચવા ન દેવાનો છૂટ્યો આદેશ

0
522
જ્ઞાન સહાયક વિરોધ
જ્ઞાન સહાયક વિરોધ

ગુજરાત માં વધુ એક ભરતી પ્રક્રિયા વિવાદમાં આવી છે. ગુજરાત સરકારે જ્ઞાન સહાયકની 11 મહિનાના કરાર અધારિત ભરતી નો ઠરાવ પાસ કર્યો હતો. જેનો રાજ્યભરમાંથી વિરોધ ઉઠ્યો છે. ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી રહ્યા છે. તેઓની માંગ છે કે જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરીને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. ત્યારે ઉમેદવારો વચ્ચે ઉઠેલી આ આગ ગાંધીનગર સુધી પહોંચે તેવી સરકારને ભીતિ છે. હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે ઉમેદવારો વિરોધ વ્યક્ત કરવા ગાંધીનગર ન પહોંચે તેવા આદેશો ગાંધીનગરથી છૂટ્યા છે. 

જ્ઞાન સહાયક ના વિરોધ આંદોલનને લઈ પોલીસ સતર્ક બની છે. ટેટ ટાટ પાસ ઉમેદવારો વિધાનસભા ઘેરાવો કરે શકે છે તેવો ડર સરકારને લાગી રહ્યો છે. તેથી ગુજરાત પોલીસને આવા ઉમેદવારોને પોતાના જિલ્લામા જ રોકી રાખવા માટે આદેશ કરાયો છે. પોલીસના સ્ટેટ કંટ્રોલ રુમ તરફથી તમામ જિલ્લાઓને સુચના આપી દેવાઈ છે. 

શું સૂચના અપાઈ 
પરિપત્રમાં જણાવાયું કે, કરાર આધારિત વિદ્યા સહાયકોની ભરતીના ઠરાવના વિરોધમાં તથા ધોરણ 1 થી 12માં કાયમી શિક્ષકોની નિમણૂંક કરવાની માંગ સાથે આવતીકાલે 13 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનો ઘેરાવ કરવાના હોવાની માહિતી મળેલ છે. હાલ વિધાનસભાનું ત્રીજું સત્ર તારીખ 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી યોજાનાર છે. તેમજ માનનીય રાષ્ટ્રપતિ પણ ગુજરાત વિધાનસભાના કાર્યક્રમમાં પધારનાર છે. તો ઉક્ત ઉમેદવારો આંદોલન સારું આવવા માટે કોઈ પગલું ન ભરે તે સારું તેઓને પોતાના શહેર-જિલ્લા ખાતે રોકી યોગ્ય કાર્યવાહી કરવા અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સારું તકેદારીના તમામ પગલે લેવા વિનંતી છે. 

ધારાસભ્યએ શિક્ષણમંત્રીને લખ્યો પત્ર
આ અંગે કેટલાક ઉમેદવાર રજૂઆત કરવા શિક્ષણ મંત્રીની ઓફિસમાં પહોંચ્યા હતા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને સ્કૂલ ઓફ એક્સેલન્સ મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં જ્ઞાન સહાયક યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં 11 માસના કરાર આધારે શિક્ષકોની નિમણૂંક કરવામાં આવશે. પરંતું ભાજપના ધારાસભ્ય હસમુખ પટેલે આ વિશે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે.

ફોર્મ ભરવાની તારીખ વધારાઈ
જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતીમાં પ્રાથમિક વિભાગની ભરતીમાં ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે. આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી, પરંતુ હવે 17 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. કરાર આધારિત ભરતીમાં ઓછા ફોર્મ ભરાતા તારીખ લંબાવાઈ છે. ટેટ-ટાટ પાસ ઉમેદવારો જ્ઞાન સહાયકની ભરતીનો વિરોધ કરી રહ્યા છે. આંદોલનકારી ઉમેદવારોએ ફોર્મ ન ભરવાની અપીલ કરી છે. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે