HomeGujaratકાલાવાડ તાલુકા ભાજપમાં ભંગાણ

કાલાવાડ તાલુકા ભાજપમાં ભંગાણ

જામનગરના કાલાવાડ તાલુકા ભાજપમાં ભંગાણ સર્જાયું હોવાના સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ સભ્ય મુકેશ સાવલિયાના ભાજપમાં આગમન બાદ ભડકો થયો છે. મહત્વનું છે કે, આગામી 28 એપ્રિલના રોજ કાલાવડ APMCની ચૂંટણી છે. આ તરફ હવે APMCની ચૂંટણી પહેલા નવાગામના ભાજપના 25થી વધુ આગેવાનોએ રાજીનામાં ધરી દીધા છે. જામનગરમાં કાલાવડ APMCની ચૂંટણી આગામી 28 એપ્રિલના રોજ યોજાનાર છે. જોકે આ પહેલા જ નવાગામમાં ભારતીય જનતા પાર્ટીના જુના અને પાયાના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments