HomeDeshKishore Kumar Songs at BRICS Dinner: મલેશિયાના PMની બોલિવૂડ ડિપ્લોમસી વાયરલ: મોદી...

Kishore Kumar Songs at BRICS Dinner: મલેશિયાના PMની બોલિવૂડ ડિપ્લોમસી વાયરલ: મોદી સાથે DDLJ, પુતિન સાથે ‘લગાન’, રાહુલ-પ્રિયંકા સાથે ‘એસા દેશ હૈ મેરા’

Kishore Kumar Songs at BRICS Dinner: 18મી BRICS સમિટ બાદ મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમની ‘બોલિવૂડ ડિપ્લોમસી’ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. ભારત પ્રવાસ દરમિયાન અનવર ઇબ્રાહિમે વિવિધ નેતાઓ સાથેની પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જોકે આ પોસ્ટ્સની ખાસિયત માત્ર તસવીરો જ નથી, પરંતુ દરેક તસવીર અને પ્રસંગ સાથે પસંદ કરવામાં આવેલા બોલિવૂડના લોકપ્રિય ગીતો છે. ગીતોની પસંદગી પણ સંબંધિત મુલાકાત અને પ્રસંગ સાથે જોડાયેલી જોવા મળી રહી છે.

Kishore Kumar Songs at BRICS Dinner: મોદીની તસવીર પર DDLJ અને ‘દિલ તો પાગલ હૈ’

Kishore Kumar Songs at BRICS Dinner

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓ સાથેની પોતાની એક રીલમાં અનવર ઇબ્રાહિમે શાહરૂખ ખાન અને કાજોલની લોકપ્રિય ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’નું ગીત ‘તુઝે દેખા તો યે જાના સનમ’ લગાવ્યું હતું. ભારત અને મલેશિયા વચ્ચેના સંબંધોને દર્શાવતી આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખાસ ધ્યાન ખેંચી રહી છે.

મોદી સાથેની બીજી તસવીરમાં અનવરે શાહરૂખ ખાન, માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂરની ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’નું ટાઇટલ સોંગ વાપર્યું હતું. આમ, ભારતીય વડાપ્રધાન સાથેની મુલાકાતમાં બોલિવૂડના રોમેન્ટિક ગીતોનો ઉપયોગ કરીને અનવરે પોતાની પોસ્ટને એક અલગ જ અંદાજ આપ્યો.

Kishore Kumar Songs at BRICS Dinner: પુતિન સાથે ‘લગાન’નું ‘ચલે ચલો’

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની તસવીર માટે અનવર ઇબ્રાહિમે આમિર ખાનની ફિલ્મ ‘લગાન’નું લોકપ્રિય ગીત ‘ચલે ચલો’ પસંદ કર્યું હતું. આ ગીતમાં સાથે મળીને આગળ વધવાનો સંદેશ છે. તેથી પુતિન સાથેની તસવીર પર આ ગીતની પસંદગીને પણ રાજદ્વારી સંદેશ સાથે જોડવામાં આવી રહી છે.

BRICS સમિટ દરમિયાન પોતાના સંબોધનની તસવીરો સાથે અનવરે સલમાન ખાન, રાની મુખર્જી અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ ‘હર દિલ જો પ્યાર કરેગા’નું ગીત લગાવ્યું હતું. જ્યારે ભારતમાંથી વિદાયના વીડિયો માટે તેમણે ‘લક્ષ્ય’ ફિલ્મનું ‘કંધોં સે મિલતે હૈં કંધે’ ગીત પસંદ કર્યું હતું. બંને ગીતોમાં એકતા અને સાથે આગળ વધવાનો સંદેશ જોવા મળે છે.

Kishore Kumar Songs at BRICS Dinner: રાહુલ અને પ્રિયંકા સાથે ‘એસા દેશ હૈ મેરા’

ભારત પ્રવાસ દરમિયાન અનવર ઇબ્રાહિમે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી. બંને સાથે ભોજનની તસવીરો શેર કરતી વખતે તેમણે શાહરૂખ ખાન અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ ‘વીર-ઝારા’નું ‘એસા દેશ હૈ મેરા’ ગીત લગાવ્યું હતું. આ ગીત ભારતની વિવિધતા, સંસ્કૃતિ અને દેશની એકતાને રજૂ કરે છે.

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાન સાથેની મુલાકાતની તસવીર પર અનવરે 1957ની ફિલ્મ ‘નયા દૌર’નું ‘સાથી હાથ બઢાના’ ગીત લગાવ્યું હતું. આ ગીત પણ સાથે મળીને આગળ વધવાના વિચાર સાથે જોડાયેલું છે.

Kishore Kumar Songs at BRICS Dinner: BRICS ડિનરમાં કિશોર કુમારના ગીતો

Kishore Kumar Songs at BRICS Dinner

12 સપ્ટેમ્બરે BRICS સમિટના ડિનરમાં અનવર ઇબ્રાહિમે કિશોર કુમારનું પ્રખ્યાત ગીત ‘ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત’ ગાયું હતું. આ ઉપરાંત તેમણે મુકેશનું ‘દોસ્ત દોસ્ત ના રહા’ ગીત પણ ગાયું હતું. તેનો વીડિયો તેમણે પોતાના X એકાઉન્ટ પર શેર કર્યો હતો.

અનવર ઇબ્રાહિમ અગાઉ પણ કિશોર કુમારના ગીતો પ્રત્યે પોતાની પસંદગી વ્યક્ત કરી ચૂક્યા છે. 2024માં ભારતમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન પણ તેમણે ‘ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત’ ગીત ગાયું હતું.

Kishore Kumar Songs at BRICS Dinner: મલેશિયામાં ભારતીય સિનેમાની લોકપ્રિયતા

Kishore Kumar Songs at BRICS Dinner

મલેશિયામાં ભારતીય સિનેમાનો મોટો પ્રભાવ છે. વિદેશ મંત્રાલયના આંકડા અનુસાર, મલેશિયામાં આશરે 27.5 લાખ ભારતીય મૂળના લોકો રહે છે, જે દેશની વસ્તીના લગભગ 9 ટકા છે. તેમાં મોટી સંખ્યામાં તમિલ ભાષી લોકો છે. જેના કારણે બોલિવૂડની સાથે તમિલ ફિલ્મોનું પણ મલેશિયામાં મોટું બજાર છે.

અનવર ઇબ્રાહિમ મલેશિયાના 10મા વડાપ્રધાન છે. તેમણે 24 નવેમ્બર 2022ના રોજ વડાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યો હતો. લાંબી રાજકીય સફર બાદ તેઓ 2022ની સામાન્ય ચૂંટણી પછી વડાપ્રધાન બન્યા હતા. હવે તેમની બોલિવૂડ ગીતો સાથેની BRICS પોસ્ટ્સે ભારત-મલેશિયા સંબંધોની સાથે સોશિયલ મીડિયા પર પણ ખાસ ચર્ચા જગાવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમેરિકામાં ‘મિની ઇન્ડિયા’નો દબદબો, કડક નીતિઓ છતાં ‘અમેરિકન ડ્રીમ’ સુપરહિટ, ગોરાઓ કરતાં ભારતીયોની કમાણી બમણી; 5 વર્ષમાં બનશે વધુ 75 ભારતીય વસાહતો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments