HomeDeshધોનીએ કેમ આપ્યા આઇપીએલમાંથી સન્યાસ લેવાના સંકેતો

ધોનીએ કેમ આપ્યા આઇપીએલમાંથી સન્યાસ લેવાના સંકેતો

IPL 2023માં શુક્રવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ચેન્નઈનો હૈદરાબાદ સામે 7 વિકેટ વિજય થયો હતો. ચેન્નઈના ફેન્સ દ્વારા મળેલા પ્રેમ અને સપોર્ટને જોઈ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભાવુક થઈ IPLમાંથી નિવૃત્તિ લેવાનો સંકેત પણ આપ્યો હતો.IPL 2023માં શુક્રવારે મેચ પુરી થયા બાદ ધોનીએ કહ્યું કે બે વર્ષ બાદ દર્શકોને અહીં મેચ જોવાનો મોકો મળ્યો છે અને તેમની સામે રમવું ખુબ જ ખાસ છે. આ મારા કરિયરનો અંતિમ પડાવ છે. અહીં રમવું મને સારું લાગે છે. દર્શકોએ અમને ઘણો પ્રેમ આપ્યો છે. ધોનીએ વધુમાં કહ્યું કે બેટિંગ કરવાનો વધુ મોકો નથી મળી રહ્યો પરંતુ તેના વિશે મને કોઈ ફરિયાદ નથી. અહીં હું પ્રથમ ફિલ્ડિંગ વિશે અચકાયો હતો કારણ કે મને લાગ્યું કે મેદાનમાં વધારે ઝાકળ નહીં હોય. અમારા સ્પિનરોએ અને ફાસ્ટ બોલરોએ સારી બોલિંગ કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments