HomeAhmedabadStatewide Weather Alert: મેઘતાંડવથી અમદાવાદ જળબંબાકાર, ૨ કલાકમાં સરેરાશ બેથી ચાર ઇંચ...

Statewide Weather Alert: મેઘતાંડવથી અમદાવાદ જળબંબાકાર, ૨ કલાકમાં સરેરાશ બેથી ચાર ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન ઠપ

Statewide Weather Alert: અમદાવાદ શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલી મેઘરાજાની તોફાની ઇનિંગે સમગ્ર શહેરને બાનમાં લીધું છે. સવારે ૭થી ૯ વાગ્યા દરમિયાન પડેલા ધોધમાર વરસાદથી શહેરના માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા હતા. ભારે વરસાદના પગલે હવામાન વિભાગે બપોરે ૧ વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે ૫ અંડરપાસ બંધ કરી દેવાયા છે અને જાહેર પરિવહન સેવા ખોરવાઈ ગઈ છે.

Statewide Weather Alert

Statewide Weather Alert: ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

શહેરમાં માત્ર બે કલાકમાં સરેરાશ ૨ ઇંચ વરસાદ વરસ્યો છે, જેમાં પશ્ચિમ અને પૂર્વ વિસ્તારના અનેક ભાગોમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે:

  • સવા ચાર ઇંચ: સરખેજ અને નવરંગપુરા
  • સાડા ત્રણ ઇંચ: બાકરોલ, સરખેજ-જુહાપુરા રોડ, કાલુપુર અને પ્રેમ દરવાજા
  • અઢી ઇંચ: ગોતા, ઓગણજ, રાણીપ, ન્યુ રાણીપ, ઉસ્માનપુરા, પાલડી, જમાલપુર, દુધેશ્વર, માધુપુરા, દિલ્હી દરવાજા, શાહીબાગ અને અસારવા
  • બે ઇંચ: ચાંદખેડા, સાબરમતી, મોટેરા, સાયન્સ સિટી, બોપલ, ઘુમા, થલતેજ, મેમનગર, સરદારનગર, એરપોર્ટ, લાંભા, વટવા, ઇસનપુર, જશોદાનગર, ગોમતીપુર, રખિયાલ, વિરાટનગર, ઓઢવ અને વસ્ત્રાલ
Statewide Weather Alert

Statewide Weather Alert: ટ્રાફિક જામ અને જાહેર પરિવહન સેવા પ્રભાવિત

પીક અવર્સ દરમિયાન પડેલા વરસાદના કારણે નોકરી-ધંધે નીકળેલા વાહનચાલકો પાણીમાં ફસાયા હતા. સુરક્ષાના ભાગરૂપે ૫ અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા છે. પાણી ભરાવાને કારણે BRTSના કેટલાક રૂટ બંધ કરવામાં આવ્યા છે, જ્યારે AMTS બસોના રૂટ ડાઇવર્ટ કરવાની ફરજ પડી છે. ઠેર-ઠેર લાંબો ટ્રાફિક જામ સર્જાતાં લોકો કલાકો સુધી રસ્તા પર અટવાયા હતા.

Statewide Weather Alert

Statewide Weather Alert: વેજલપુરમાં ઘૂંટણસમા પાણી, AMCની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી

વેજલપુર વિસ્તારમાં મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સ્થિતિ બેકાબૂ બની છે. પાણીમાં ડૂબી જવાને કારણે અનેક ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો બંધ પડી ગયા હતા, જેથી વાહનચાલકો વાહનોને ધક્કા મારીને બહાર કાઢવા મજબૂર બન્યા હતા. દર વર્ષે ડ્રેનેજ અને વરસાદી લાઇન સાફ કરવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતાં, માત્ર બે કલાકના વરસાદમાં શહેર ડૂબી જતાં AMCના આગોતરી આયોજન સામે નાગરિકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે.

Statewide Weather Alert: શાળાઓમાં રજા જાહેર કરવા DEOની સૂચના

શહેરમાં સર્જાયેલી પૂર જેવી સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા તમામ શાળાઓને પરિપત્ર જાહેર કરાયો છે. વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોય તેવી સ્કૂલોને પોતાની વિવેકબુદ્ધિથી તાત્કાલિક રજા જાહેર કરવાનો આદેશ અપાયો છે.

Statewide Weather Alert: રાજ્યના અન્ય જિલ્લાઓમાં એલર્ટ અને મહેસાણામાં સાર્વત્રિક વરસાદ

હવામાન વિભાગે અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. વડોદરા, સુરત, પંચમહાલ, બનાસકાંઠા સહિતના ૨૩ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જ્યારે બાકીના જિલ્લાઓમાં યેલો એલર્ટ છે. બીજી તરફ, ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં સવારથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. મહેસાણા શહેર અને ખેરાલુમાં ૧.૫ ઇંચ, જ્યારે વિજાપુર, જોટાણા, વડનગર અને વિસનગરમાં ૧-૧ ઇંચ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

અમદાવાદ-ગાંધીનગરમાં સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments