HomeGujaratGujarat Rain Alert: આજે બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ: અમદાવાદ સહિત 8 જિલ્લામાં...

Gujarat Rain Alert: આજે બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ: અમદાવાદ સહિત 8 જિલ્લામાં યલો એલર્ટ; 64 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ

Gujarat Rain Alert: સાત દિવસના વિરામ બાદ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. 18 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 224 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં 64 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. અરવલ્લીના મેઘરજમાં સૌથી વધુ ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હોવાનું જણાવાયું છે.

વરસાદને કારણે અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. અંબાજી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વચ્ચે પણ ભક્તો યાત્રા કરતા જોવા મળ્યા હતા.

Gujarat Rain Alert: બે જિલ્લામાં ઓરેન્જ, 8 જિલ્લામાં યલો એલર્ટ

Gujarat Rain Alert

હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજે રાજ્યના બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જ્યારે અમદાવાદ અને વડોદરા સહિત કુલ 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Gujarat Rain Alert

વરસાદ દરમિયાન 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં હાલ દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાનો પવન રહેવાની સંભાવના છે.

Gujarat Rain Alert

Gujarat Rain Alert: અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા

Gujarat Rain Alert

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં આજે 6.5થી 11.5 સેન્ટિમીટર સુધી વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતની આસપાસ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાનું અને આગામી સમયમાં તે લો-પ્રેશર સિસ્ટમમાં પરિવર્તિત થવાની શક્યતા હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ટ્રફના સ્વરૂપમાં સક્રિય છે.

Gujarat Rain Alert

રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ 616.8 મીમી એટલે કે 24.28 ઈંચ નોંધાયો છે. સામાન્ય રીતે આ સમયગાળામાં 673.9 મીમી વરસાદ થવો જોઈએ, એટલે રાજ્યમાં સામાન્ય કરતાં આશરે 8 ટકા વરસાદની ઘટ છે. કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદની ઘટ વધુ હોવાનું જણાવાયું છે.

Gujarat Rain Alert: ખરાબ હવામાનથી ફ્લાઈટ પર અસર

Gujarat Rain Alert

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખરાબ હવામાનની અસર જોવા મળી છે. મુંબઈથી રાજકોટ આવતી બે ફ્લાઈટને હવામાનની સ્થિતિને કારણે વડોદરા તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. જેના કારણે 200થી વધુ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાનું સામે આવ્યું છે.

Gujarat Rain Alert: 43 ડેમ હાઈ એલર્ટ પર

Gujarat Rain Alert

ભારે વરસાદ વચ્ચે રાજ્યના જળાશયોની સ્થિતિ પર પણ નજર રાખવામાં આવી રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં તેની કુલ ક્ષમતાના 95.55 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. ડેમમાં પાણીની આવક અને જાવક બંને ચાલુ છે.

Gujarat Rain Alert

રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ ક્ષમતાના 69.56 ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો છે. જેમાં 27 ડેમ 100 ટકા ભરાઈ ચૂક્યા છે. પાણીના સ્તર અને સલામતીને ધ્યાનમાં રાખીને રાજ્યના 43 ડેમ હાઈ એલર્ટ, 11 ડેમ એલર્ટ અને 10 ડેમ વોર્નિંગ પર મુકવામાં આવ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વૈભવ સૂર્યવંશીને તક માટે રાહ જોવી પડશે; અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં વૈભવને એક પણ મેચ ન મળી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments