HomeMainકેનેડામાં 121 કરોડ સોના ભરેલું કન્ટેઇનર કેવી રીતે ચોરાયુ- ફિલ્મી ઢબે ચોરોનું...

કેનેડામાં 121 કરોડ સોના ભરેલું કન્ટેઇનર કેવી રીતે ચોરાયુ- ફિલ્મી ઢબે ચોરોનું કારસ્તાન

ફિલ્મી સ્ટાઇલમા 121 કરોડનુ સોનુ ચોરાઇ ગયું અને પોલીસ કે સુરક્ષા તંત્રને ખબર પણ ન પડી, ઘટના કેનેડાની છે, જ્યાં તસ્કરોની ટોળકી 121 કરોડ રૂપિયાનુ સોનુ ભરેલુ કન્ટેનર તફડાવીને રફૂચક્કર થઈ જતા આખા કેનેડાની સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. તમને જણાવી દઇએ કે 17 એપ્રિલની રાત્રે એક કન્ટેનર ટોરન્ટોના પિયરસન એરપોર્ટ પર પહોંચ્યુ હતુ. જેમાં 121 કરોડ રૂપિયાના સોનાની સાથે બીજો કિમતી સામાન પણ હતો.  આ કન્ટેનરને એરપોર્ટ પરની કન્ટેનર ફેસિલિટીમાં બીજા કન્ટેનરો સાથે શિફટ કરવામાં આવ્યુ હતુ. 3 દિવસ બાદ ખબર પડી હતી કે કન્ટેનર ગાયબ છે. ત્રણ દિવસ પછી પણ પોલીસ હવામાં બાચકા ભરી રહી છે. આ મામલામાં પોલીસે હજી સુધી કોઈની ધરપકડ પણ કરી  નથી ચોરાઈ ગયેલા સોનાનુ વજન 3600 પાઉન્ડ જેટલુ થવા જાય છે. પોલીસને આ ચોરી પાછળ કોઈ વિદેશી ગેંગનો હાથ હોવાની શંકા છે. કન્ટેનર કોણે મંગાવ્યુ હતુ અને કયા વિમાન થકી કેનેડા આવ્યુ હતુ તેની પણ તપાસ હાલમાં ચાલી રહી છે. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments