HomeSportsVirat Kohli’s Fun Side Returns: ચાલુ મેચમાં કોહલીએ જયસ્વાલને શીખવ્યો ડાન્સ, VIDEO...

Virat Kohli’s Fun Side Returns: ચાલુ મેચમાં કોહલીએ જયસ્વાલને શીખવ્યો ડાન્સ, VIDEO વાઇરલ

Virat Kohli’s Fun Side Returns: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલીનો મેદાન પર મસ્તીભર્યો અંદાજ ફરી એકવાર જોવા મળ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ સામે મુલ્લાનપુરમાં રમાયેલી ત્રીજી વન-ડે દરમિયાન ડ્રિંક્સ બ્રેક સમયે કોહલીએ યશસ્વી જયસ્વાલ સાથે મજેદાર ડાન્સ કર્યો હતો. આ દરમિયાન કોહલીએ કેટલાક ડાન્સ મૂવ્સ કરીને બતાવ્યા હતા, જેને યશસ્વીએ પણ કોપી કરવાનો પ્રયાસ કર્યો હતો.

ભારતીય ટીમ જ્યારે વેસ્ટ ઇન્ડીઝ સામે 352 રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરી રહી હતી ત્યારે ખેલાડીઓ બાઉન્ડરી પાસે ડ્રિંક્સ બ્રેક દરમિયાન એકઠા થયા હતા. આ સમયે કોહલીએ અચાનક ડાન્સના સ્ટેપ્સ કરવાનું શરૂ કર્યું હતું. તેની સામે રહેલા યશસ્વી જયસ્વાલ પણ આ મસ્તીમાં જોડાઈ ગયો હતો.

કોહલી જે રીતે ડાન્સ કરી રહ્યો હતો, તે જોઈને જયસ્વાલે પણ તેના મૂવ્સની નકલ કરી હતી. બંને એકબીજાને જોઈને હસી પડ્યા હતા. નજીકમાં હાજર રવીન્દ્ર જાડેજા સહિત અન્ય ભારતીય ખેલાડીઓ પણ આ મજેદાર ક્ષણની મજા લેતા જોવા મળ્યા હતા. કેમેરામાં કેદ થયેલી આ ઘટના બાદ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયો છે.

Virat Kohli’s Fun Side Returns

Virat Kohli’s Fun Side Returns: કોહલીનો મસ્તીભર્યો અંદાજ ફરી જોવા મળ્યો

Virat Kohli’s Fun Side Returns

વિરાટ કોહલી મેદાન પર પોતાના ઉત્સાહ અને મસ્તીભર્યા અંદાજ માટે જાણીતો છે. મેચ દરમિયાન તે ઘણી વખત ડાન્સ કરીને અથવા સાથી ખેલાડીઓ સાથે મજાક કરીને વાતાવરણ હળવું બનાવતો જોવા મળે છે. આ વખતે તેણે યશસ્વી જયસ્વાલને પણ પોતાની મસ્તીમાં સામેલ કરી લીધો હતો.

જયસ્વીએ પણ કોઈ સંકોચ વગર કોહલીના ડાન્સ મૂવ્સને ફોલો કર્યા હતા. બંનેના હાસ્ય અને જાડેજાના રિએક્શને આ સમગ્ર ઘટનાને વધુ મજેદાર બનાવી હતી. ક્રિકેટ મેચ વચ્ચેનો આ હળવો પળ સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.

Virat Kohli’s Fun Side Returns: બેટથી કોહલી માટે મેચ નિરાશાજનક રહી

જોકે, આ મેચમાં વિરાટ કોહલીનું બેટિંગ પ્રદર્શન ખાસ રહ્યું નહોતું. ભારતીય ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં જેડન સીલ્સે કોહલીને બોલ્ડ કર્યો હતો. કોહલી પોતાનું ખાતું ખોલ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો હતો.

આ સાથે વન-ડે ક્રિકેટમાં કોહલી ચોથી વખત ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. એટલે કે તે પોતાની ઇનિંગ્સના પહેલા જ બોલે આઉટ થયો હતો. લાંબા સમય બાદ કોહલી ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. ડિસેમ્બર 2019 બાદ આવું પ્રથમ વખત બન્યું હોવાનું જણાવાયું છે.

Virat Kohli’s Fun Side Returns

જોકે, બેટથી નિષ્ફળતા છતાં મેચ દરમિયાન જયસ્વાલ સાથે કરેલો કોહલીનો ડાન્સ ચાહકો માટે મનોરંજનનું કારણ બન્યો છે. ક્રિકેટના દબાણ વચ્ચે ખેલાડીઓ વચ્ચેની આવી મસ્તીભરી ક્ષણો ટીમના હળવા અને ખુશનુમા વાતાવરણની ઝલક પણ આપે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદમાં થાર ચાલકનો બે મહિનાથી આતંક, CCTVમાં તોડફોડ અને મારામારી કેદ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments