HomeAhmedabadFire Erupts in Nirnay Nagar: અમદાવાદના નિર્ણયનગરમાં ત્રિશા હોસ્પિટલ પાસે આગ: ગેસના...

Fire Erupts in Nirnay Nagar: અમદાવાદના નિર્ણયનગરમાં ત્રિશા હોસ્પિટલ પાસે આગ: ગેસના બાટલા ફાટતાં વિસ્તારમાં દોડધામ

Fire Erupts in Nirnay Nagar:  અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં ત્રિશા હોસ્પિટલ નજીક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક અહેવાલ મુજબ, આગ દરમિયાન ગેસના બાટલા ફાટતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

Fire Erupts in Nirnay Nagar:  ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી

Fire Erupts in Nirnay Nagar

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરી હતી. હોસ્પિટલ નજીક આગની ઘટના બનતાં આસપાસના લોકોમાં ચિંતા ફેલાઈ હતી.

આગનું કારણ જાણવા તપાસ

Fire Erupts in Nirnay Nagar

આગ કયા કારણોસર લાગી અને ઘટનામાં કેટલું નુકસાન થયું તે અંગેની વિગતો હજુ ઉપલબ્ધ નથી. તેમજ કોઈ જાનહાનિ કે ઈજાગ્રસ્ત અંગેની માહિતી પણ સામે આવી નથી.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વિશ્વભરમાં એપલની અનેક સેવાઓ ખોરવાઈ: iCloud, App Store, Apple Pay અને Apple Music પર અસર, હજારો યુઝર્સને પડી મુશ્કેલી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments