IPL 2027 Trade Shake-Up: IPL 2027ની હરાજી પહેલાં ખેલાડીઓની અદલાબદલીને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. ટ્રેડિંગ પ્રક્રિયા દરમિયાન કુલ 14 ખેલાડીઓની ટીમ બદલાઈ છે. જેમાં ઋષભ પંત, હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહ જેવા મોટા નામો સામેલ છે. આ ફેરફારથી આગામી IPL સીઝનમાં ઘણી ટીમોનું સમીકરણ બદલાઈ શકે છે.
IPL 2027 Trade Shake-Up: હાર્દિક પંડ્યા પંજાબમાં, અર્શદીપ મુંબઈમાં જોડાયો

હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સમાંથી પંજાબ કિંગ્સમાં જોડાયો છે. તેની ફી ₹16.35 કરોડથી વધીને ₹18 કરોડ થઈ છે. બીજી તરફ અર્શદીપ સિંહ ₹18 કરોડની યથાવત ફી સાથે પંજાબ કિંગ્સમાંથી મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાયો છે. ઋષભ પંત લખનૌ સુપર જાયન્ટ્સમાંથી દિલ્હી કેપિટલ્સમાં પાછો ફર્યો છે. જ્યારે કુલદીપ યાદવ દિલ્હીથી લખનૌમાં ₹13.50 કરોડમાં જોડાયો છે.
IPL 2027 Trade Shake-Up: ઈશાન કિશન ગુજરાત ટાઇટન્સમાં સામેલ
ઈશાન કિશન સનરાઇઝર્સ હૈદરાબાદમાંથી ગુજરાત ટાઇટન્સમાં જોડાયો છે. રિયાન પરાગ અને એમ. સિદ્ધાર્થ લખનૌથી રાજસ્થાન રોયલ્સમાં ગયા છે. જ્યારે સેમ કરન રાજસ્થાનમાંથી લખનૌની ટીમમાં જોડાયો છે. આ ઉપરાંત લિયામ લિવિંગસ્ટોન અને જેક એડવર્ડ્સ હૈદરાબાદથી ચેન્નઈમાં જોડાયા છે. ખલીલ અહેમદ અને નાથન એલિસ ચેન્નઈથી હૈદરાબાદમાં ગયા છે.
IPL 2027 Trade Shake-Up: પાંચ ખેલાડીઓની ફીમાં ઘટાડો, હાર્દિકને ફાયદો

ખેલાડીઓની ફીમાં પણ મોટા ફેરફાર થયા છે. ઋષભ પંતની ફી ₹27 કરોડથી ઘટીને ₹15 કરોડ થઈ છે. લિયામ લિવિંગસ્ટોનની ફી ₹13 કરોડથી ₹6 કરોડ અને ટી. નટરાજનની ફી ₹10.75 કરોડથી ₹5 કરોડ થઈ છે. બીજી તરફ ઈશાન કિશનની ફી ₹2 કરોડથી વધીને ₹4 કરોડ અને મોહમ્મદ શમીની ફી ₹10 કરોડથી ઘટીને ₹8 કરોડ થઈ છે. નટરાજન દિલ્હીથી હૈદરાબાદ અને ગ્રીશન અન્સારી હૈદરાબાદથી દિલ્હી પહોંચ્યા છે. આપેલી વિગતો અનુસાર 14 ખેલાડીઓમાંથી માત્ર હાર્દિકની ફીમાં વધારો, પાંચની ફીમાં ઘટાડો અને આઠની ફી યથાવત રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: IPLને અલવિદા કહેશે મહેન્દ્રસિંહ ધોની! હવે CSKમાં મેન્ટરની નવી ભૂમિકા ભજવશે, 2027થી યુવા ખેલાડીઓને આપશે માર્ગદર્શન

