From Captain to Mentor: ચેન્નઈ સુપર કિંગ્સના દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીની IPL કારકિર્દીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 19 સીઝન સુધી IPLમાં પોતાની આગવી ઓળખ બનાવનાર ધોની હવે ખેલાડી તરીકે નવી સીઝનમાં જોવા નહીં મળે તેવા સંકેતો મળી રહ્યા છે. ટીમ સાથેની ચર્ચા અને વીડિયો કોલ દરમિયાન તેમણે પોતાના આગામી નિર્ણય અંગે જાણ કરી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આ સમાચારથી ધોનીના ચાહકોમાં ભાવુક માહોલ જોવા મળી રહ્યો છે.
From Captain to Mentor: CSKને પાંચ વખત બનાવ્યું ચેમ્પિયન
મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સે પાંચ વખત IPLનો ખિતાબ જીત્યો છે. વર્ષ 2010, 2011, 2018, 2021 અને 2023માં CSKએ ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી. ધોનીએ પોતાની શાંત સ્વભાવની કાર્યશૈલી, શાનદાર નેતૃત્વ અને નિર્ણાયક ક્ષમતાથી ટીમને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી હતી.
From Captain to Mentor: IPL 2027થી મેન્ટરની ભૂમિકામાં જોવા મળશે
ધોની IPL 2027થી ચેન્નઈ સુપર કિંગ્સના મેન્ટર તરીકે નવી જવાબદારી સંભાળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમની પાસે રહેલો લાંબો અનુભવ અને ક્રિકેટની સમજ યુવા ખેલાડીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. ટીમના ખેલાડીઓને માર્ગદર્શન આપવા ઉપરાંત આગામી સીઝનની તૈયારીમાં પણ તેમની ભૂમિકા મહત્વપૂર્ણ બની શકે છે.
From Captain to Mentor: થાલાની નવી ઇનિંગ્સની શરૂઆત
ઈજાને કારણે ધોની 2026ની આખી IPL સીઝનમાં રમી શક્યા નહોતા. હવે તેમની કારકિર્દીમાં નવી ભૂમિકાની ચર્ચા શરૂ થતાં ચાહકોમાં મિશ્ર લાગણીઓ જોવા મળી રહી છે. મેદાન પર પોતાની રમત અને કેપ્ટનશિપથી કરોડો ચાહકોના દિલ જીતનાર ધોની હવે માર્ગદર્શક તરીકે યુવા ખેલાડીઓની કારકિર્દી ઘડવામાં યોગદાન આપે તેવી અપેક્ષા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદમાં કરોડો ખર્ચાયા, છતાં મ્યુનિસિપલ માર્કેટ સુમસામ: 19 માર્કેટ પાછળ રૂ.3.68 કરોડથી વધુનો ખર્ચ, મોટા ભાગના સ્ટોલ ખાલી; હવે વેપારીઓને જગ્યા ફાળવવાની તૈયારી

