HomeGujaratValsad Shocker: વલસાડમાં ભયનો માહોલ: જાહેરમાં યુવકને લાતો અને ઢીકાપાટુનો માર મારતો...

Valsad Shocker: વલસાડમાં ભયનો માહોલ: જાહેરમાં યુવકને લાતો અને ઢીકાપાટુનો માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ.

Valsad Shocker: વલસાડ શહેરમાં જાણે અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ડર ન રહ્યો હોય તેમ ધોળા દિવસે જાહેરમાં ગુંડાગર્દીની ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા કૈલાસ રોડ વિસ્તારમાં એક યુવક પર ૪ થી ૫ જેટલા ઈસમોએ તૂટી પડીને તેને બેરહેમીથી માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે.

Valsad Shocker: જાહેરમાં કાયદો હાથમાં લીધો

મળતી માહિતી મુજબ, વલસાડના કૈલાસ રોડ પર કોઈ અગમ્ય કારણોસર કેટલાક યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત આટલેથી ન અટકતા, ૪ થી ૫ જેટલા યુવકોના ટોળાએ એક એકલા અટુલા યુવકને ઘેરી લીધો હતો અને તેના પર છુટા હાથની મારામારી શરૂ કરી દીધી હતી. ભરચક રસ્તા પર યુવકને લાતો અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો.

Valsad Shocker: વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Valsad Shocker

 આ મારામારી દરમિયાન આસપાસના લોકો મૂકપ્રેક્ષક બનીને જોતા રહ્યા હતા, જ્યારે કોઈ સ્થાનિકે આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. હાલમાં આ કંપારી છૂટી જાય તેવો મારમારીનો વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસ પણ એક્શનમાં આવી હોવાનું જાણવા મળ્યું છે અને વીડિયોના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: મહીસાગરમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ: હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેન માટે ભર્યું મામેરું, માનવતાનો સંદેશ આપતો પ્રસંગ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments